શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસ બોલિવૂડ સેલેબને કરતી હતી ડેટ, માતા-પિતાની શરતને કારણે હવે.....
સોનાક્ષી ભલે તેના આ સંબંધને છુપાવવા માગતી હોય પણ તેનું કહેવું છે કે રિલેશનમાં ચીટિંગ બિલકુલ પસંદ નથી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાની ફિલ્મ ખાનદારી શફાખાના ટૂંકમાં જ રિલીઝ થવાની છે અને તે તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ફિલ્મ પ્રમોશન દરમિયાન વ્યક્તિ જીવન સાથે જોડાયેલ ખુલાસા કર્યા હતા. સોનાક્ષીએ જણાવ્યું કે, તે એક બોલિવૂડ સેલિબ્રીટીને ડેટ કરી ચૂકી છે પરંતુ આ મામલે કોઈને જાણકારી નથી.
સોનાક્ષીએ એક ચેટ શો દરમિયાન કહ્યું કે, મારા માતા-પિતા ઈચ્છે કે હું કોઈ સુશિલ છોકરાને ડેટ કરું અને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ એવું નથી. તેણે ખુલાસો કરતા કહ્યું કે, તેણે ભૂતકાળમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક સ્ટારને ડેટ કરતી હતી અને આ વાતની જાણ કોઈને નહોતી. તેણે તે વાત સ્વીકારી હતી કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટારને ડેટ કરતી હતી, પરંતુ તેની ઓળખ આપી નથી. કે નામ પણ જણાવ્યું નથી.
સોનાક્ષી ભલે તેના આ સંબંધને છુપાવવા માગતી હોય પણ તેનું કહેવું છે કે રિલેશનમાં ચીટિંગ બિલકુલ પસંદ નથી. ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને ક્યારેય બોયફ્રેન્ડના ચીટિંગનો ખ્યાલ આવે તો, તેના જવાબમાં સોનાક્ષીએ કહ્યું કે, ‘તે બીજો દિવસ જોવા માટે જીવિત નહીં રહે.’ પહેલી વાર એવા સમાચાર હતા કે તો સોનાક્ષી સિન્હા બંટી સજદેહને ડેટ કરી રહી છે. પરંતુ તેના એક અફવાનું નામ આપ્યું હતું. સોનાક્ષીએ કહ્યું કે તે જ્યારે લગ્ન કરવાનું નક્કી કરશે ત્યારે દુનિયાને જણાવી દેશે. હું કોઈ પણ વાત છુપાવવા માગતી નથી.
હાલમાં સોનાક્ષી સિંહાની ખાનદારી શફાખાના ફિલ્મ રિલીઝ થવાની છે જેમાં તે એક્ટર વરૂણ શરમા અને ગાયક બાદશાહ સાથે જોવા મળશે. આ ફિલ્મ 2 ઓગસ્ટના રોજ રિલીઝ થસે. ઉપરાંત સોનાક્ષી ફિલ્મ મિશન મંગલમમાં જોવા મળશે જેમાં તેની સાથે અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી જેવા સ્ટાર્સ હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement