શોધખોળ કરો
Advertisement
ફિલ્મ શૂટિંગના બ્રેકમાં ડેમમાં નહાવા ગયેલા અભિનેતાનું ડૂબી જવાથી મોત, 48 વર્ષના એક્ટરે કઈ ફિલ્મોમાં કરેલું કામ?
અનિલ નેદુમંગ એક ફિલ્મના શુટિંગ માટે થોડૂપૂઝા ગયા હતા. આ ફિલ્મમાં અભિનેતા જોજુ જોર્જ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બ્રેક દરમિયાન અનિલ નેદુમંગડ અને તેમના મિત્રો મલંકારા ડેમમાં નાહવા ગયા હતા પણ નાહતી વખતે પાણીમાં અંદર જતા રહેતાં મોતને ભેટ્યા હતા
થિરૂવનંતપુરમઃ મલયામલ ફિલ્મોના જાણીતા અભિનેતા અનિલ નેદુમંગડનું મલંકરા ડેમમાં ડૂબવાથી મોત થયું છે. ‘અય્યપ્પનમ કોશિયુમ’ અને ‘કમ્મતિપાદમ’ જેવી મલયાલમ ફિલ્મોમાં અભિનય કરનારા અભિનેતા અનિલ નેદુમંગડ 48 વર્ષના હતા અને તેમના મિત્રો સાથે નાહવા ગયા હતા. આ દરમિયાન ઉંડા પાણીમાં જતા રહ્યા હતા પણ પછી બહાર ના નિકળી શકતાં ગૂંગવાઈને મોતને ભેટ્યા હતા.
ફાઇલ તસવીર
અનિલ નેદુમંગ એક ફિલ્મના શુટિંગ માટે થોડૂપૂઝા ગયા હતા. આ ફિલ્મમાં અભિનેતા જોજુ જોર્જ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. બ્રેક દરમિયાન અનિલ નેદુમંગડ અને તેમના મિત્રો મલંકારા ડેમમાં નાહવા ગયા હતા પણ નાહતી વખતે પાણીમાં અંદર જતા રહેતાં મોતને ભેટ્યા હતા. તરવૈયાઓની મદદથી તેમને બહાર કાઢીને એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેક કર્યા હતા. અનિલ નેદુમંગડે તેમના કરિયરની શરૂઆત એક ટીવી એન્કર તરીકે કરી હતી. 2014માં તેમણે ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી અને યાદગાર ભૂમિકા ભજવી. તેમણે ‘અય્યપ્પનમ કોશિયુમ’ અને ‘કમ્મતિપાદમ’ સિવાય પાવડા, કિસ્મત, પૈરોલ જેવી ફિલ્મોમાં પણ કર્યું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement