શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વધુ એક બોલિવૂડ એક્ટર ડેન્ગ્યુના કારણે બિમાર પડ્યો, કેન્સલ કર્યા તમામ પ્રોજેક્ટ્સ
હાલમાં જ સુષાંતે એક બ્લોકબોસ્ટર મૂવી છિછોરે પણ આપી હતી. ત્યાર બાદ સુશાંત સિંહ યૂરોપના લાંબા વેકેશન પર ગયા હતા.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત પોતાના આગામી પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. જોકે તેની છેલ્લી ફિલ્મ ડ્રાઈવ કોઈ સારું પ્રદર્શન કરી શકી ન હતી. હવે સુશાંત સિંહ દિલ બેચારામાં જોવા મળશે, પરંતુ આ પહેલા તેના ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે.
હાલમાં જ સુષાંતે એક બ્લોકબોસ્ટર મૂવી છિછોરે પણ આપી હતી. ત્યાર બાદ સુશાંત સિંહ યૂરોપના લાંબા વેકેશન પર ગયા હતા. હાલમાં જ તેને ડિઝનીલેન્ડની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારબાદ સુશાંત પોતાની ખરાબ તબીયતનો સામનો કરી રહ્યા છે.
જાણકારી મુજબ સુશાંત પાછલા થોડા સમયથી બીમાર છે અને પોતાનો ટેસ્ટ કરાવવા પર માલુમ પડ્યું તે તેને ડેન્ગ્યુ છે. બીમારી બાદ તેણે પોતાના કામને રિશિડ્યૂલ કર્યું છે. આ અઠવાડિયે સુશાંત સિંહને કોઈ ઈવેન્ટમાં શામેલ થવા માટે અબુ ધાબી પહોંચવાનું હતું, પરંતુ ડોક્ટરે તેને ન જવાની સલાહ આપી છે અને આરામ કરવા માટે કહ્યું છે.
આ પહેલા શ્રદ્ધા કપૂર, ધર્મેન્દ્ર, ટીવી એક્ટર મોહસિન ખાન, કોમેડિયન ભારતી સિંહ જેવા ઘણા સ્ટાર્સ ડેન્ગ્યુના કારણે બીમાર પડ્યા હતા. હાલમાં સુશાંત સિંહ રાજપૂત પોતાની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે રિલેશનશીપની અફવાના કારણે ચર્ચામાં છે. બંને ઘણીવાર સિક્રેટ વેકેશન પર સાથે જોવા મળ્યા છે. પરંતુ પોતાના સંબંધ પર બંનેએ કોઈ ખુલાસો કર્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion