શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અંકિતા લોખંડેએ શેર કર્યો એવો વીડિયો કે, સુશાંતના ફેન્સ ભડક્યાં, જુઓ શું છે વીડિયોમાં?
સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા, સુશાંત સિંહના ફેન્સ નારાજ થયા છે. શું છે વીડિયોમાં? કેમ નારાજ છે સુશાંતના ફેન્સ?
![અંકિતા લોખંડેએ શેર કર્યો એવો વીડિયો કે, સુશાંતના ફેન્સ ભડક્યાં, જુઓ શું છે વીડિયોમાં? Sushant singh Rajput fans troll ankita lokhande અંકિતા લોખંડેએ શેર કર્યો એવો વીડિયો કે, સુશાંતના ફેન્સ ભડક્યાં, જુઓ શું છે વીડિયોમાં?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/28202840/9.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલિવૂડ:સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પોસ્ટ કરતા, સુશાંત સિંહના ફેન્સ નારાજ થયા છે. શું છે વીડિયોમાં? કેમ નારાજ છે સુશાંતના ફેન્સ નારાજ?
સોશિયલ મીડિયા પર અનેક વખત ફેન્સ વોર જોવા મળે છે. ફરી એકવાર સુશાંતની એક્સ ગર્લફ્રન્ડ અંકિતાને યુઝર્સના ગુસ્સોનો ભોગ બનવું પડ્યું છે. અંકિતા લોખંડેએ 25 ફેબ્રુઆરીએ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો જોયા બાદ લાઇક્સ મળવાના બદલે અંકિતાને ફટકાર મળી રહી છે. ફેન્સ તેને અનફોલો કરવાની ધમકી પણ આપી રહ્યાં છે.
ફેન્સે અંકિતાને લગાવી ફટકાર
25 ફેબ્રુઆરીએ અંકિતા લોંખડેએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેમનો હેપી વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તે નાચતી, ગાતી અને ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. જો કે સુશાંતના ફેન્સને અંક્તિનાઓ આ હેપી વીડિયો ખટકી રહ્યો છે. સુશાંતના ફેન્સે અંકિતા લોખંડે પર સુશાંતના જસ્ટીસ માટેની લડતમાંથી ખસી જોવાનો પણ આરોપ લગાવ્યો. તો કેટલાક ફેન્સે તેમને અનફોલો કરવાની પણ ધમકી આપી છે.
ઉલ્લેખનિય છે કે, પવિત્ર રિસ્તાના સેટ પર અંકિતા અને સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત થઇ હતી. બંનેની મિત્રતા પ્રેમ સંબંઘમાં પરિવર્તિત થઇ હતી. બંનેએ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું. જો કે 2016માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. જો કે આ સંબંધ પર પૂર્ણવિરામ લાગી ગયા બાદ પણ બંને સારા મિત્રો હતા અને એકબીજાની ચિંતા કરતા હતા. સુશાંત સિંહના નિધનના સમાચાર બાદ અંકિતા તૂટી ગઇ હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)