શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક, પોલીસે ત્રણ ડોક્ટરના લીધા નિવેદન
સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસમાં લાગેલી છે અને ઘટના સાથે જોડાયેલા લોકોના નિવેદન લઈ રહી છે.
સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસમાં લાગેલી છે અને ઘટના સાથે જોડાયેલા લોકોના નિવેદન લઈ રહી છે. હાલમાં જ જાણકારી સામે આવી છે કે, મુંબઈ પોલીસે ગયા મહિને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે કરેલી આત્મહત્યા કેસમાં ત્રણ મનોચિકિત્સકો અને એક મનોવૈજ્ઞાનિકના નિવેદન લીધા હતાં.
પોલીસ અધિકારી અભિષેક ત્રિમુખેએ જણાવ્યું હતું કે, આ ઘટનાની તપાસ કરી રહેલા બાંદ્રા પોલીસે ત્રણ દિવસ દરમિયાન તેમના નિવેદન લીધા હતાં. પોલીસના જણાવ્યા અનુસાર અભિનેતા આ માનસિક સ્વાસ્થ્ય ડોક્ટરોની સલાહ લઈ રહ્યાં હતાં. આ માટે તપાસ માટે તેમના નિવેદન લેવામાં આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, રાજપૂત નવેમ્બર 2019થી ડિપ્રેશનની સારવાર કરાવી રહ્યો હતો.
રાજપુત 14 જૂનના રોજ બાંદ્રામાં પોતાના એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસનો દાવો છે કે, આ આત્મહત્યાનો મામલો છે. પ્રારંભિક તપાસમાં પોલીસનું માનવું છે કે, અભિનેતા ડિપ્રેશનને લઈને સારવાર કરાવી રહ્યો હતો. અત્યાર સુધીમાં પોલીસ ફિલ્મ નિર્દેશક સંજય લીલા ભણસાલી, બોલિવૂડના કાસ્ટિંગ નિર્દેશક મુકેશ છાબરા, અભિનેત્રી સંજના સાંધી, રાજપૂતના મિત્ર સંદીપ સિંહ સહિત 36થી વધારે લોકોના નિવેદન લઈ ચૂકી છે.
રાજપૂતની મિત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પણ પોલીસ સ્ટેશને પોતાનું નિવેદન નોંધાવ્યો હતું. ફિલ્મકાર આદિત્ય ચોપરાએ પણ શનિવારે વરસોવા પોલીસ સ્ટેશનમાં નિવેદન આપ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion