શોધખોળ કરો
Advertisement
પોતાનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડને લઇને વિદેશ ફરવા ગઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીરો વાયરલ
સુષ્મિતાએ પોતાની બન્ને દીકરીઓ રેની અને અલીશાની તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં અર્મેનિયાની સુંદર જગ્યાઓ દેખાઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ સુષ્મિતા સેન આજકાલ પોતાની છોકરીઓ સાથે બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે અર્મેનિયામાં વેકેશન ગાળી રહી છે. સુષ્મિતા સેને આ સુંદર અને બ્યૂટીફૂલ લોકેશન પરથી કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં સુષ્મિતા સેનનું બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે પરફેક્ટ બૉન્ડીંગ દેખાઇ રહ્યું છે.
તસવીરો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું કે, "આવો, મારી સાથે ચાલો, જશ્ન મનાવી રહી છું, જે મારુ છે તે મારુ જ રહેશે." એક તસવીરોમાં સુષ્મિતા સેન બૉયફ્રેન્ડ રોહમન શૉલના હાથમાં હાથ નાંખીને ફરતી દેખાઇ રહી છે.
સુષ્મિતાએ પોતાની બન્ને દીકરીઓ રેની અને અલીશાની તસવીરો પણ શેર કરી છે. તસવીરોમાં અર્મેનિયાની સુંદર જગ્યાઓ દેખાઇ રહી છે.
એક ઇન્ટરવ્યૂમાં સુષ્મિતાએ જણાવ્યું હતું કે રોહમન સાથે તેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. રોહમન સુષ્મિતાનો મોટો ફેન હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર સુષ્મિતાને એક પર્સનલ મેસેજ મોકલ્યો હતો. આમ તો રોહમનને આ મેસેજનો જવાબ મળવાની આશા ન હતી. પરંતુ તેને શું ખબર હતી કે નસીબમાં કંઈ બીજું જ લખ્યું છે.
નોંધનીય છે કે એક્ટ્રેસ સુષ્મિતા સેન 43 વર્ષની છે, જ્યારે તેનો બૉયફ્રેન્ડ રોહમન શૉલ તેનાથી 16 વર્ષ નાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement