શોધખોળ કરો
Advertisement
દીકરીની સામે જ સ્વિમિંગ પુલમાં બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી જોવા મળી આ એક્ટ્રેસ
સ્વિમિંગ પુલમાં રોહમન સુષ્મિતાને ટાઈટ હગ પણ આપે છે. બ્લેક મોનોકિનીમાં સુષ્મિતા એકદમ ગ્લેમરસ લાગતી હતી.
નવી દિલ્હીઃ હાલમાં જ સુષ્મિતા સેન અને રોહમન શોલના બ્રેકઅપના અહેવાલ સામે આવ્યા હતા. પરંતુ કેટલાક સમય બાદ જ સુષ્મિતાએ બોયફ્રેન્ડ સાથે તસવીર શેર કરતાં આ વાત અફવા સાબિત થઈ હતી. હવે સુષ્મિતાએ બોયફ્રેન્ડ અને દીકરી સાથે એક નવો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ત્રણેય સ્વીમિંગ પૂલમાં જોવા મળી રહ્યા છે.
સ્વિમિંગ પુલમાં રોહમન સુષ્મિતાને ટાઈટ હગ પણ આપે છે. બ્લેક મોનોકિનીમાં સુષ્મિતા એકદમ ગ્લેમરસ લાગતી હતી. વીડિયો એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. દીકરી અને બોયફ્રેન્ડ સાથે સુષ્મિતાની કેમેસ્ટ્રી શાનદાર છે. પુલમાં બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવા ઉપરાંત સુષ્મિતાએ દીકરી સાથે સ્વિમિંગનો પણ આનંદ ઉઠાવ્યો.
દીકરી સાથે સ્વિમિંગ કર્યા બાદ વીડિયોમાં જોઈ શકો છો કે પુલમાં જ સુષ્મિતાને રોહમને ઊંચકી લીધી. બંને એકબીજાને ભેટવા લાગ્યા તેમજ મસ્તી કરતા જોવા મળ્યા. દીકરી પણ ત્યાં ઊભી રહીને મમ્મીનો રોમાન્સ જોતી દેખાઈ. આ વીડિયો સુષ્મિતાની મોટી દીકરીએ ઉતાર્યો છે. હાલ સુષ્મિતા બોયફ્રેન્ડ અને દીકરીઓ સાથે દુબઈમાં છે. જણાવી દઈએ કે, રોહમન અને સુષ્મિતા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા રોહમને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક એવી પોસ્ટ મૂકી હતી જેના પરથી બંને વચ્ચે બ્રેકઅપ થયું હોવાની ચર્ચા જાગી હતી. જો કે, બાદમાં રોહમન અને સુષ્મિતાએ પોસ્ટ કરીને જણાવ્યું કે તેમનું બ્રેકઅપ નથી થયું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion