શોધખોળ કરો
આ એક્ટ્રેસે બોયફ્રેન્ડને સોશિયલ મીડિયામાં ખુલ્લેઆમ કહ્યું- ‘ચલ ભાગી જઈએ’
પૂર્વ મિસ યૂનિવર્સ અને એક્ટ્રેસ સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેની તસવીર ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

મુંબઈઃ પૂર્વ મિસ યૂનિવર્સ અને એક્ટ્રેસ સુષ્મિતા સેન બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેની તસવીર ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. બન્ને ઘણી વખત સાથે જોવા પણ મળે છે. સુષ્મિતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઈને લાગે કે તે રોહમન સાથે રિલેશનશિપમાં છે. સુષ્મિતા હાલમાં ન્યૂયોર્કમાં છે જ્યાંની સુંદર તસવીરો તે શેર કરતી રહે છે. રોહમન પણ તેની સાથે જ ન્યૂયોર્કમાં છે.
જણાવી દઇએ કે રોહમન સુષ્મિતાની પુત્રીઓની ખૂબ નજીક છે. ઘણી વખત રોહમનને સુષ્મિતાની પુત્રીઓ સાથે જોવામાં આવ્યો છે. એટલું જ નહીં તે રોહમનને તેની પુત્રીઓનો પિતા બોલાવી ચૂકી છે. સુષ્મિતા રોહમન સાથે જલદી લગ્નના બંધનમાં બંધાવાની છે. આ બન્નેએ ઘણી વખત તેમના વર્કઆઉટના વીડિયો અને તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
હાલમાં સુષ્મિતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમા તે બોયફ્રેન્ડ રોહમન સાથે ભાગતી નજરે પડી રહી છે. તસવીરની સાથે સુષ્મિતાએ કેપ્શન આપ્યું છે કે Come Run Away With Me.. તસવીરમાં બન્નેની સ્પેશ્યિલ બોન્ડિંગ જોવા મળી રહી છે. આ તસવીરને અત્યાર સુધી 89 હજાર લોકોએ લાઇક કર્યું છે.
જણાવી દઇએ કે રોહમન સુષ્મિતાની પુત્રીઓની ખૂબ નજીક છે. ઘણી વખત રોહમનને સુષ્મિતાની પુત્રીઓ સાથે જોવામાં આવ્યો છે. એટલું જ નહીં તે રોહમનને તેની પુત્રીઓનો પિતા બોલાવી ચૂકી છે. સુષ્મિતા રોહમન સાથે જલદી લગ્નના બંધનમાં બંધાવાની છે. આ બન્નેએ ઘણી વખત તેમના વર્કઆઉટના વીડિયો અને તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. વધુ વાંચો





















