શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલનને લઈને કંગના રનૌત પર ભડકી આ બોલિવૂડ એક્ટ્રેસ, કહ્યું- એનુ કામ જ ઝેર ફેલાવવાનું છે...
કંગનાની આ પ્રકારની ટિપ્પણી બાદ દિલજીત અને કંગના ટ્વિટર પર આમને સામને થઈ ગયા અને બન્ને વચ્ચે ટ્વીટર વોર ચાલ્યું.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત મોટેભાગે પોતાના વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રેહ છે. હાલમાં જ ખેડૂત આંદોલનને લઈને આપવામાં આપવેલ કંગનાનું વિવાદિત નિવેદન પણ ચર્ચામાં છે. કંગનાના નિવેદનની ભાષા પર અનેક બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે .
કૃષિ કાયદાને લઈને ચાલી રહેલ ખેડૂત આંદોલન પર કંગનાએ ટએક ટ્વીટ શેર કરતાં કહ્યું હતું કે, શાહીન બાગની દાદી પણ જોડાઈ ગઈ છે અને ટાઈમ મેગેઝિનમાં સ્થાન મેળવી ચૂકેલ દાદી, ‘100 રૂપિયામાં ઉપલબ્ધ છે.’
કંગનાનું કામ ઝેર ફેલાવવાનું- સ્વરા
એક ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે, કંગનાનું કામ જ ઝેર ફેલાવવાનું છે અને તેના દ્વારા કરવામાં આવતા ટ્વીટ એજન્ડાથી પ્રેરિત હોય છે. સ્વરાએ કહ્યું કે, કંગનાનું આ નિવેદન અપમાનજનક અને નિમ્ન કક્ષાનું છે.
કંગનાની ભાષા અસહ્ય છે
સ્વરાએ કહ્યું કે, કંગના વૃદ્ધો વિરૂદ્ધ જે ખોટી ભાષાનો ઉપયોગ કરી રહી છે તે પહેલા જયા બચ્ચન જેવા સીનિયર્સ વિરૂદ્ધ આવી જ ભાષાનો ઉપયોગ કરી ચૂકી છે. કંગનાની ભાષા અસહ્ય છે.
સ્વરાએ દિલજીત દોસાંઝના મુદ્દે વખાણ કર્યા છે. સ્વરાએ કહ્યું કે, દિલજીત સાચા મુદ્દા પર સ્ટેન્ડ લઈને કંગનાની બોલતી બંધ કરી છે. નોંધનીય છે કે, આ મુદ્દા પર દિલજીતે કંગનાને જવાબ આપતા અનેક ટ્વીટ કર્યા હતા અને આ મામલે જોડાયેલ ફેક્ટ પણ કંગનાની સામે રાખ્યા હતા.
કંગનાની આ પ્રકારની ટિપ્પણી બાદ દિલજીત અને કંગના ટ્વિટર પર આમને સામને થઈ ગયા અને બન્ને વચ્ચે ટ્વીટર વોર ચાલ્યું. દોસાંઝ બાદ હવે સ્વરા ભાસ્કરે કંગનાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement