શોધખોળ કરો
Advertisement
ઈન્ટરનેટ પર લીક થઈ તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ,’ કમાણી પર થઈ શકે છે નુકસાન
ફિલ્મને તમિલરૉકર્સ નામની ઓનલઆઈન પાયરેસી વેબસાઈટ દ્વારા લીક કરવામાં આવી છે. તેણે આ ફિલ્મને ઈન્ટરનેટ પર ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે એચડી પ્રિન્ટ ઓનલાઈન લીક કરી દીધી છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ ગત શુક્રવારે બૉક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. ત્યારે ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઓનલાઈન લીક પણ થઈ ગઈ છે. જેનાથી ફિલ્મની કમાણી પર મોટું નુકસાન પડી શકે છે.
ફિલ્મને તમિલરૉકર્સ નામની ઓનલઆઈન પાયરેસી વેબસાઈટ દ્વારા લીક કરવામાં આવી છે. તેણે આ ફિલ્મને ઈન્ટરનેટ પર ફ્રીમાં ડાઉનલોડ કરવા માટે એચડી પ્રિન્ટ ઓનલાઈન લીક કરી દીધી છે. તમિલરોકર્સ આ પહેલા પણ અનેક ફિલ્મ લીક કરી ચૂક્યું છે.
તાપસની આ ફિલ્મને ક્રિટીક્સે સારા રેટિંગ્સ આપ્યા છે. ફિલ્મમાં તાપસીએ ઘરેલુ હિંસાની શિકાર મહિલાની ભૂમિકા ભજવી છે. ફિલ્મ ‘થપ્પડ’ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 3 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં તાપસી પન્નુ સિવાય પવૈલ ગુલાટી,માયા સરાઓ,રત્ના પાઠક,તનવી આઝમી,કુમુદ મિશ્રા,ગીતિકા વૈદ્ય,રામ કપૂર અને દિયા મિર્જા છે. આ ફિલ્મનું ડિરેક્ટ અનુભવ સિન્હાએ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement