શોધખોળ કરો
Advertisement
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ગુજરાતી લેખક યુવકે કરી લીધો આપઘાત, સુસાઈડ નોટમાં શું કર્યો આક્ષેપ ?
અભિષેક મકવાણા 27 નવેમ્બરે કાંદિવલી સ્થિત પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
મુંબઈ: ટીવીના લોકપ્રિય સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લેખક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી લીધી છે. અભિષેક લાંબા સમયથી આ સીરિયલના લેખક હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર પોલીસને ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તે આર્થિક સમસ્યા સામે લડી રહ્યો હોવાની વાત કહેવામાં આવી છે. અભિષેક મકવાણા 27 નવેમ્બરે કાંદિવલી સ્થિત પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
અભિષેક મકવાણાના પરિવારનો આરોપ છે કે, લોન લીધા બાદ અભિષેકને સતત બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો અને તે સાઈબર ફ્રોડનો શિકાર બન્યો હતો. તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો. અહેવાલ અનુસાર અભિષેકના ભાઈ જેનિસે ખુલાસો કર્યો કે, અભિષેકના ઈમેઈલથી ફાઈનેંશિયલ ફ્રોડની વાત સામે આવી છે. તેણે એક એપ પરથી કેટલીક લોન લીધી હોવાની જાણકારી મળી છે. જેનિસ અનુસાર અભિષેકના મોત બાદ અનેક લોકોના ફોન તેની પાસે આવવા લાગ્યા હતા અને જેનિસને બાકીના પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું .
મુંબઈ સ્થિત ચારકોપ પોલીસ સ્ટેશનાં આ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારી અનુસાર પરિવારે પોલીસને ફોન નંબર ઉપલબ્ધ કરાવી દીધા છે અને તે બેંકોની લેવડ- દેવડની તપાસ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગાંધીનગર
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion