શોધખોળ કરો
Advertisement
‘તારક મેહતા કા ઉલ્ટા......’ની ‘બબિતા જી’એ આંખ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો
આ શોમાં જેટલા જેઠાલાલ તેના દીવાના છે એટલા જ મુનમુન દત્તાની પણ ફેન ફોલોઇંગ છે.
મુંબઈઃ બધાના ફેવરીટ ટીવી ફેમિલી કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા રોજ ચર્ચામાં રહે છે. ટીવી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક કેરેક્ટર પોતાની રીતે ખાસ છે અને સાથે જ દરેક ઘરમાં અલગ ફેન ફોલોઇંગ છે. આ શોના કેરેક્ટરમાંથી એક એવા ‘બબિતા જી’ની ભૂમિકા બધાને પસંદ આવે છે. તમને જણાવી કે, આ ભૂમિકાને એક્ટ્રેસ મુનમુન દત્તા નિભાવી રહી છે.
આ શોમાં જેટલા જેઠાલાલ તેના દીવાના છે એટલા જ મુનમુન દત્તાની પણ ફેન ફોલોઇંગ છે. મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર તેના ફેન્સ માટે ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી જોવા મળે છે.
હાલમાં જ મુનમુન દત્તાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે કંઈક કામ કરતી જોવા મળી રહી છે. મુનમુન કોઈ સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળી રહી છે અને ત્યાર બાદ કેમેરો પોતાના ચહેરા તરફ લઈ જાય છે. આ વીડિયોમાં મુનમુન દત્તા પોતાની કિલર સ્લાઇલથી આંખ મારતી જોવા મળી રહી છે. જ્યારે ફેન્સને બબિતાજીનો આ અંદાજ ખૂબ પસંદ પડી રહ્યો છે. આ વીડિયો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર લેવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. જ્યારે વીડિયોમાં તેની ખૂબ જ સુંદર સ્માઇલ પણ જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરતા મુનમુને કેપ્શનમાં લખ્યું- Work mode on ... !! જ્યારે મુનમુન દત્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.View this post on InstagramWork mode on ... !! . . . #worklife #workmodeon #postoftheday #instapost #actorslife
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement