શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શુટિંગ દરમિયાન અચાનક સેટ પરથી નીચે પડ્યો આ એક્ટર, કાર્ડિયાક અરેસ્ટથી થયું મોત
35 વર્ષના ગોડફ્રે ગાઓ ચીનમાં રિયાલિટી ટીવી શો ‘ચેઝ મી’નું શૂટિંગ કરી રહ્યો હતો. તે આ શોમાં મહેમાન સ્પર્ધક તરીકે જોડાયો હતો.
નવી દિલ્હીઃ તાઇવાનમાં જન્મેલા અભિનેતા અને મોડેલ ગોડફ્રે ગાઓનું આજે ચીનમાં નિધન થયું છે. તે કોઈ ટીવી શો માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મોટો અકસ્માત થયો હતો. તે જ સમયે અચાનક નીચે પડી ગયો અને તેનું મોત નીપજ્યું છે.
35 વર્ષના ગોડફ્રે ગાઓ ચીનમાં રિયાલિટી ટીવી શો ‘ચેઝ મી’નું શૂટિંગ કરી રહ્યો હતો. તે આ શોમાં મહેમાન સ્પર્ધક તરીકે જોડાયો હતો. પરંતુ અચાનક કંઈક એવું બન્યું કે તે આ શોના સેટ પર જ પડી ગયો. આ અકસ્માતને કારણે ગાઓનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલનું કહેવું છે કે ગાઓનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટને કારણે થયું. તેના મૃતદેહને ગુરુવારે ફરી તાઇવાન લઈ જવામાં આવશે.
આ મામલે જ્યારે શોના પ્રોડ્યૂસરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ટીમ ઈવેન્ટ દરમિયાન તે પડી ગયો હતો અને તેના કારણે મોત થયું. ‘શૂટિંગ ચાલી રહ્યું હતું તે સમયે તે નીચે પડ્યો અને તેને ભાન જ ન રહ્યું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો જ્યાં તેનું મોત થઈ ગયું’.
વર્ષ 2011માં લક્ઝરી બ્રાન્ડ લુઈ વિટોનના એડ કેમ્પેન માટે સિલેક્ટ થનારો ગાઓ પહેલો એશિયાઈ મેલ મોડલ હતો. જે બાદ તેણે હોલિવુડમાં પોતાનું ઓળખ બનાવી. ગાઓ ચીનમાં એક જાણીતું નામ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion