શોધખોળ કરો
Advertisement
તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ'એ પ્રથમ દિવસે કરી આટલા કરોડની કમાણી ? જાણો
બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટીક્સે સારા રેટિંગ્સ આપ્યા છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુની ફિલ્મ 'થપ્પડ' શુક્રવારે રિલીઝ થઈ છે. આ ફિલ્મને ક્રિટીક્સે સારા રેટિંગ્સ આપ્યા છે. તાપસી પન્નુની ફિલ્મ થપ્પડ પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર 3 કરોડની કમાણી કરી લીધી છે.
થપ્પડ ફિલ્મે પ્રથમ દિવસે 3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. થપ્પડ ફિલ્મનું કલેક્શન કંગનાની ફિલ્મ પંગા કરતા વધારે છે પરંતુ દીપિકાની છપાક અને રાની મુખર્જીની મર્દાની કરતા ઓછુ છે. આશા વ્યક્ત કરવામાં આવી છે કે ફિલ્મને વીકેંડનો ફાયદો મળશે અને કલેક્શનમાં વધારો થશે.
થપ્પડ ફિલ્મું બજેટ 22 કરોડ છે. આ ફિલ્મને ભારતમાં 2300 કરતા વધારે અને ઓવરસીઝમાં 400 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. થપ્પડ ફિલ્મમાં તાપસી પન્નુ સિવાય પવૈલ ગુલાટી,માયા સરાઓ,રત્ના પાઠક,તનવી આઝમી,કુમુદ મિશ્રા,ગીતિકા વૈદ્ય,રામ કપૂર અને દિયા મિર્જા છે. આ ફિલ્મનું ડિરેક્ટ અનુભવ સિન્હાએ કરી છે.
આ ફિલ્મને ફિલ્મ સમીક્ષકો તરફથી સારા રિવ્યૂ મળ્યા અને સોશિયલ મીડિયામાં પણ લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement