મુંબઇઃ ટીવી સીરિયલ નાગિનમાં નાગિન બનીને તહેલકો મચાવનારી એક્ટ્રેસ અદા ખાન પોતાના ફોટશૂટને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. અદા ખાન (Adaa Khan) એ ટેલીવુડની (Tellywood) સૌથી બેસ્ટ એક્ટ્રેસીસમાની એક છે. અદા ખાન તેના સોશિયલ મીડિયા પર વારંવાર વિવિધ બ્રાન્ડઝ માટે કરાવેલા ફોટોશૂટ્સ શેર કરતી રહે છે. હવે તેને એક જબરદસ્ત પૉઝ સાથેની ફોટોશૂટ તસવીરો શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
તાજેતરમાં જ એક્ટ્રેસ અદા ખાને જે તસવીરો શેર કરી છે, તેમાં તે બધાની અલગ અંદાજમાં દેખાઇ રહી છે. આ લેટેસ્ટ તસવીરમાં અદા ખાન ટેબલ પર પોઝ આપતી જોવા મળે છે. જેમાં તેણીએ પારદર્શક કપડાં વડે પોતાના શરીરને ઢાંક્યું છે. તેણીનો આ કાતિલ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
આકર્ષક લુકને કમ્પ્લીટ કરવા માટે અદા ખાન ‘નાગિન’એ ખુલ્લા વાળ રાખ્યા છે, અને સાથે સામાન્ય ન્યૂડ મેકઅપ પણ કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા સાથે એક્ટ્રેસે મજેદાર કેપ્શન આપ્યુ છે, લખ્યું છે કે – ‘તોફાનની નિર્દોષતા.’ આ તસવીરને અત્યાર સુધીમાં લાખો લાઇક્સ મળી ચૂકી છે.
આ પણ વાંચો.......
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 6 મહિના લંબાવાઈ
આ ભાજપ નેતાએ મદ્રેસાઓ પર પ્રતિબંધ લગાવવાની કરી દીધી વાત