Kasautii Zindagii Kay Return On TV: આજના સમયમાં જુના ટીવી શૉ અને સીરિયલો નાના પડદા પર વાપસી કરી રહ્યાં છે. સ્ટાર પ્લસના સુપરહિટ શૉ કહાની ઘર ઘર કી બાદ હવે 'કસૌટી જિંદગી કી' પણ વર્ષો બાદ ટીવી પર પાછો ફરી રહ્યો છે. તાજેતરમાં જ શૉનો પ્રૉમો રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં શૉના ટેલિકાસ્ટ થવાના દિવસ અને તારીખ પણ બતાવવામાં આવી છે. દર્શકોને એકવાર 2001ની પૉપ્યૂલર જોડી અનુરાગ અને પ્રેરણાની પ્રેમ કહાની જોવા મળશે.
'કસૌટી જિંદગી કી'માં એકબાજુ અનુરાગ અને પ્રેરણાના પ્રેમની ચર્ચા લોકોના મોંડા પર રહે છે, તો કમોલિકાની સ્ટાઇલની સાથે સાથે તેની ખતરનાક ચાલોએ પણ લોકોના દિલ જીતી લીધા હતા.
'કસૌટી જિંદગી કી'ની વાત કરીએ તો સિઝેન ખાને અને શ્વેતા તિવારીની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી હતી, હવે લગભગ 20 વર્ષ બાદ ફરીથી આ સીરિયલ ટીવી પર વાપસી કરી રહી છે.
તાજેરમાં જ ચેનલે શૉનો પ્રૉમો રિલીઝ કરતા લખ્યું- તમે જે ઇચ્છ્યુ તે અમે કર્યુ, રજૂ છે પ્રેરણા અને અનુરાગની જોડી. આ શૉ આગામી અઠવાડિયે મંગળવારથી દરરોજ બપોરે અઢી વાગે ટેલિકાસ્ટ થશે.
આ પણ વાંચો......
Ukai Dam : ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પર, ડેમના 12 દરવાજા ખોલી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી
Monkeypox Cases In India: હવે દેશમાં મંકીપોક્સના કેસની સંખ્યા થઈ આટલી, જાણો ક્યાં કેટલા કેસ
Sanjay Raut: જાણો જેલમાં કેવી રીતે સમય પસાર કરી રહ્યાં છે સંજય રાઉત, કઈ કઈ સુવિધાઓ મળી છે?
India-China: 'અમે ચીનને ભારતીય ક્ષેત્રમાં ઘૂસવા દીધુ નથી', સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું મોટુ નિવેદન
Independence Day 2022: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, જેણે બંધારણના મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપ્યો