શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળમાં ટીવીનો આ સુપરસ્ટાર જોડાયો ભાજપમાં, જાણીતા સંગીતકારે પણ પહેર્યો ભગવો ખેસ, જાણો વિગત
એક્ટર યશ દાસગુપ્તાની સાથે સાથે ટૉલીવુડના અન્ય કલાકારોએ પણ કેસરીયો ધારણ કરી લીધો છે, જેમાં યશની સાથે સાથે સંગીતકાર અતનુ રાય, અભિનેત્રી પાપિયા અધિકારી, સૌમિલી વિશ્વાસ, મલ્લિકા બંદોપાધ્યાય સહિતના લાકો છે
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. બંગાળી અભિનેતા અને ટીવીનો સુપરસ્ટાર યશ દાસગુપ્તા સામેલ થઇ ગયો છે, યશ દાસગુપ્તાની બીજેપીમાં એન્ટ્રીથી હવે રાજકીય સમીકરણો થોડા બદલાવવા લાગ્યા છે.
એક્ટર યશ દાસગુપ્તાની સાથે સાથે ટૉલીવુડના અન્ય કલાકારોએ પણ કેસરીયો ધારણ કરી લીધો છે, જેમાં યશની સાથે સાથે સંગીતકાર અતનુ રાય, અભિનેત્રી પાપિયા અધિકારી, સૌમિલી વિશ્વાસ, મલ્લિકા બંદોપાધ્યાય સહિતના લાકો છે. આ તમામે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રૉય તથા રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની ઉપસ્થિતિમાં બીજેપીમાં સામેલ થયા છે.
યશ દાસગુપ્તાએ બીજેપી જોઇન કર્યા બાદ કહ્યું કે, આ મારો ઉતાવળે લેવાયેલો ફેંસલો નથી, હુ યુવાન છુ અને એટલે યુવાઓ મારો ફોકસ છે. બીજેપી એવી પાર્ટી છે જેમાં યુવાઓને હંમેશા મોકો આપવામા આવે છે. આશા છે કે મને પણ યુવાઓ માટે બીજેપીમાં કામ કરવાનો મોકો મળશે. યશે કહ્યું કે રાજનીતિને હંમેશા ખોટી રીતે જોવામાં આવે છે, પરંતુ સિસ્ટમને બદલવી હોય તો સિસ્ટમનો હિસ્સો બનવુ જરૂરી છે.
ફાઈલ તસવીર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement