શોધખોળ કરો
Advertisement
માહિરા શર્માના હોઠને લઈને આ શખ્સે શું કરી ગંદી કોમેન્ટ? જાણો વિગત
માહિરા શર્માની માતાએ કહ્યું હતું કે, તેમણે મારી દીકરીને ગરોળી કહી છે અને તેના હોઠની સાઈઝ પર પણ કમેન્ટ કરી છે. આ વાતથી મને ખૂબ જ ગુસ્સો આવ્યો.
મુંબઈ: બિગ બોસનો એક પ્રોમો વીડિયો વાયરલ થયો છે, જેમાં હિદુસ્તાની ભાઉ રિપોર્ટર બનીને દર્શકો સાથે વાત કરી રહ્યો હતો. ભાઉ માહિરાને મોટા હોઠવાળી ગરોળી કહીને બોલાવે છે અને કહે છે કે, હવે તને પાઠ ભણાવવાનો છે. આ સાથે હિંદુસ્તાની ભાઉ માહિરા શર્માને ચિડકી નંબર-1નું પણ ટેગ આપે છે.
હિન્દુસ્તાની ભાઉના આ વીડિયો વાયરલ થયા બાદ માહિરા શર્માની માતા તેની પર બરાબરની ભડકી હતી. પ્રોમો વીડિયોમાં જોવા મળે છે કે, પારસ અને માહિરા જેલમાં બંધ છે. હિંદુસ્તાની ભાઉની મોટા હોઠવાળી કમેન્ટને સાંભળી માહિરા પારસ પર પણ ગુસ્સો કાઢતી જોવા મળે છે.
માહિરા શર્માની માતાએ ખાનગી ન્યુઝ ચેનલને કહ્યું હતું કે, ખાસ કરીને જ્યારે તમે નેશનલ ટીવી પર હોવ ત્યારે તમારી ભાષાની મર્યાદા પર ધ્યાન રાખવું જોઈએ. તેમણે મારી દીકરીને ગરોળી કહી છે અને તેના હોઠની સાઈઝ પર પણ કમેન્ટ કરી છે. જેના કારણે તેનો વીડિયો વાયરલ થયો છે. આ વાતથી મને ખૂબ જ ગુસ્સો આવ્યો જ્યારે મને ખબર પડી કે, બિગ બોસ હાઉસનમાં હિંદુસ્તાની ભાઉએ એન્ટ્રી કરી અને મારી દીકરીને પોતાની નાની બહેન ગણાવી હતી. હવે હું તેમને પૂછવા માગું છું કે, આખરે કોઈ ભાઈ તેની નાની બહેનનો આટલા મોટા પ્લેટફોર્મ પર મજાક કેવી રીતે ઉડાવી શકે?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement