શોધખોળ કરો
Advertisement
બિગ બૉસ-14માં સિદ્વાર્થ શુક્લાને સિડ્યૂસ કરવા લાગી છોકરીઓ, ઉઠી શૉને બોયકૉટ કરવાની માંગ
બિગ બૉસ-14માં સિદ્વાર્થ શુક્લાને એક એવી પર્સનાલિટી તરીકે બતાવવામાં આવ્યો છે જેને છોકરીઓ ફ્લર્ટ અને સિડ્યૂલ કરી રહી છે. આવામાં સોશ્યલ મીડિયા પર આ શૉને બોયકૉટ કરવાની માંગ ઉઠી છે
મુંબઇઃ બિગ બૉસ-14 શરૂ થઇ ચૂક્યો છે. આમા તો બિગ બૉસને વિવાદો સાથે સારો સંબંધ છે, અગાઉ અનેકવાર વિવાદોમાં આવી ચૂકેલા બિગ બૉસ-14 શૉ ફરી એકવાર વિવાદોમાં સપડાયો છે. કેમકે શૉમાં આ વખતે બૉલ્ડનેસની બધી હદો પાર કરી દેવામાં આવી છે. બિગ બૉસ-14માં સિદ્વાર્થ શુક્લાને એક એવી પર્સનાલિટી તરીકે બતાવવામાં આવ્યો છે જેને છોકરીઓ ફ્લર્ટ અને સિડ્યૂલ કરી રહી છે. આવામાં સોશ્યલ મીડિયા પર આ શૉને બોયકૉટ કરવાની માંગ ઉઠી છે.
અપકમિંગ એપિસૉડનો પ્રૉમો સામે આવ્યો હતા, જેમાં બિગ બૉસે છોકરીઓને ઇમ્યૂનિટી મેળવવાનો મોકો આપ્યો. આ ઇમ્યૂનિટી ટાસ્કમાં છોકરીઓને સિદ્વાર્થી શુક્લા પાસે બૉડી ટેટૂ બનાવવાના હતા, અને તેમને ઇમ્પ્રેસ કરવાનો હતો, જેથી સિદ્વાર્થ તેમને એલિમિનેશનથી બચાવી શકે.
આવામાં પ્રૉમાં બતાવવામાં આવ્યુ કે પવિત્રા પુનિયા, રુબીના દિલૈક, જાસ્મિન ભસીન, નિક્કી તંબોલા બાઇક પર બેઠેલા સિદ્વાર્થ શુક્લા સાથે રેન ડાન્સ કરી રહી છે. પોતાની અદાઓનો જલવો સિદ્વાર્થ પર બિખેરી રહી છે.
આમાં તો આ પ્રૉમો મજેદાર છે, પરંતુ કેટલાક લોકો આને આપત્તિજનક ગણાવી રહ્યાં છે. લોકો શૉને વલ્ગર અને ચીપ બતાવી રહ્યાં છે. ટ્રૉલર્સ બિગ બૉસ-14ને બેન કરવાની માંગ પણ કરી રહ્યાં છે. બિગ બૉસ-14 માટે #BoycottBB14 ટ્રેન્ડ કરી રહ્યું છે. એક યૂઝરે લખ્યું- સમય આવી ગયો છે કે બિગ બૉસને બેન કરી દેવામાં આવે, ગઇ સિઝનમાં હિંસાને પ્રમૉટ કરવામાં આવી હતી અને આ વખતે વલ્ગારિટીને.
યૂઝર્સનુ કહેવુ છે કે ટાસ્કના નામ પર વલ્ગારિટીને સહન નહીં કરવામાં આવે. એવુ પણ કહી રહ્યાં છે કે એન્ટરટેન કરવા માટે બીજા પણ ઘણા પ્રકાર અને રસ્તાં છે. લોકો બિગ બૉસ-14ને બેન કરવાની પુરજોશમાં માંગ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement