શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
KBC 12: શૉમાં અમિતાભ બચ્ચને પુછ્યો વિવાદિત પ્રશ્ન, ફિલ્મ મેકરથી લઇને ટ્વીટર યૂઝરે કર્યા ટ્રૉલ
ખરેખર, અમિતાભ બચ્ચને લેટેસ્ટ એપિસૉડમાં મનુસ્મૃતિને લઇને સવાલ પુછ્યો હતો, જેના પર વિવેક રંજન અગ્નિહોત્રીની સાથે સાથે ટ્વીટર યૂઝર પણ રિએક્શન આપી રહ્યાં છે
મુંબઇઃ કૌન બનેગા કરોડપતિ 12 ઓડિયન્સની વચ્ચે ખુબ પૉપ્યૂલર બની રહ્યો છે. આમાં ભાગ લેનારા કન્ટેસ્ટન્ટના સંઘર્ષ, કિસ્સા અને કહાનીઓ લોકોને પ્રેરણા આપી રહી છે. પરંતુ કેબીસી 12ના લેટેસ્ટ એપિસૉડમાં એક સવાલના કારણે વિવાદમાં ફસાઇ ગયુ છે. લોકો કેબીસી બાયકૉટ ટ્વીટર પર ટ્રેન્ડ કરાવવા લાગ્યા છે. આની શરૂઆત ફિલ્મ મેકર વિવેક રંજન અગ્નિહોત્રીથી થઇ છે. અગ્નિહોત્રીએ કેબીસીના એક સવાલની ક્લિપ શેર કરતા કહ્યું કેબીસી 12 પર કૉમ્યુનિસ્ટૉનો કબજો થઇ ગયો.
ખરેખર, અમિતાભ બચ્ચને લેટેસ્ટ એપિસૉડમાં મનુસ્મૃતિને લઇને સવાલ પુછ્યો હતો, જેના પર વિવેક રંજન અગ્નિહોત્રીની સાથે સાથે ટ્વીટર યૂઝર પણ રિએક્શન આપી રહ્યાં છે. વિવેક રંજને ક્લિપ શેર કરતા લખ્યું- કેબીસીને કૉમ્યુનિસ્ટોએ હાઇજેક કરી લીધુ છે. માસૂમ બાળકો, સીખો કલ્ચર વૉર કઇ રીતે જીતે છે, આને કૉડિંગ કહે છે.
અમિતાભ બચ્ચને કન્ટેસ્ટન્ટને આ સવાલ પુછ્યો
25 ડિસેમ્બર 1927એ ડૉ. બી.આર. આંબેડકર અને તેના અનુયાયીઓએ કયા ધર્મગ્રંથની પ્રતિયોં સળગાવી હતી?' આ માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા.
(A) વિષ્ણુપુરાણ
(B) ભગવતગીતા
(C) ઋગ્વેદ
(D) મનુસ્મૃતિ
પ્રૉપેગેન્ડા ફેલાવી રહ્યું છે કેબીસી
કન્ટેસ્ટન્ટને આનો સાચો જવાબ (D) મનુસ્મૃતિ આપ્યો. આ પછી વિવેક રંજન અગ્નિહોત્રીએ આની ક્લિપ શેર કરી. આ પછી કેટલાય યૂઝર્સે આ ક્લિપને રિટ્વીટ કરી અને ટ્વીટ કરતાં આની નિંદા કરી. માધવી ભટ્ટ નામની યૂઝરે ક્લિપ શેર કરતા લખ્યુ- આ શૉનો અલગાવવાદ દેખાઇ રહ્યો છે, કે બીઆર આંબેડકર હિન્દુઓની વિરુદ્ધમાં હતા, તે સમુદાય જાતિના આધાર પર વહેંચવા માંગતા હતા, આ બધુ પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion