શોધખોળ કરો
Advertisement
ટીવીની આ એક્ટ્રેસ પણ આવી કોરોનાની ઝપેટમાં, ઇન્સ્ટા પર લાંબી પૉસ્ટ લખીને આપી જાણકારી
શ્રેનુ પરીખને ઇસ પ્યાર કો ક્યા નામ દુ, એકબાર ફિર, એક ભ્રમ સર્વગુણ સંપન્ન અને ઇશ્કબાજમાં તેના પાત્રને લઇને ઓળખવામાં આવે છે
મુંબઇઃ કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે, હવે રિપોર્ટ છે કે ટેલિવિઝનની સ્ટાર એક્ટ્રેસ શ્રેનુ પરીખ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે, હાલ શ્રેનુ પરીખને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે, એક્ટ્રેસે આ વાતની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પૉસ્ટ લખીને આપી છે. કોરોના પૉઝિટીવ નીકળ્યા બાદ એક્ટ્રેસ પોતાના ફેન્સને સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો આવવાની દુઆઓ માંગી રહી છે.
તેને પોતાની ઇન્સ્ટાગ્રામ પૉસ્ટમાં લખ્યું- બધા લોકો થોડાક સમય માટે દુર થઇ ગયા છે, પણ વાયરસે મને ના છોડી.... થોડાક દિવસો પહેલા કોરોના પૉઝિટીવ નીકળી છું. હાલ હૉસ્પીટલમાં ઇલાજ ચાલી રહ્યો છે, ઠીક થઇ રહી છું. મારા અને મારા પરિવારજનો માટે પ્રાર્થના કરો. હુ બધા કોરોના યોદ્ધાઓની આભારી છુ, જે આ ભયાનક સમય દરમિયાન દર્દીઓ સાથે દયાભાવ સાથે વ્યવહાર કરી રહ્યાં છે.
શ્રેનુ પરીખને ઇસ પ્યાર કો ક્યા નામ દુ, એકબાર ફિર, એક ભ્રમ સર્વગુણ સંપન્ન અને ઇશ્કબાજમાં તેના પાત્રને લઇને ઓળખવામાં આવે છે.
આ પહેલા ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કે'ના લીડ એક્ટર પાર્થ સમથાનને કોરોના પૉઝિટીવ આવ્યો હતો, બાદમાં ટીવી સીરિયલ નિર્માતા એકતા કપૂરે સીરિયલનુ શૂટિંગ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દીધુ હતુ. પાર્થ સમથાન કસોટી જિંદગીમાં અનુરાગ બાસુની ભૂમિકા નિભાવી રહ્યો છે. થોડાક દિવસો પહેલા જ લૉકડાઉન પુરુ થયા બાદ આ ટીવી સીરિયલનુ શૂટિંગ શરૂ કરવામા આવ્યુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
દુનિયા
Advertisement