શોધખોળ કરો
Advertisement
જ્યારે કપિલ શર્માએ શોમાં જણાવ્યું પ્રભાસનું પૂરું નામ, ચોંકી ગઈ ઓડિયન્સ
કપિલ શર્માએ પ્રભાસનું પૂરું નામ જણાવીને શો પર આવેલી ઓડિયન્સને તેમનો પરિચય કરાવ્યો.
નવી દિલ્હીઃ ધ કપિલ શર્મા શોના રવિવારના એપિસોડમાં એક્ટર પ્રભાસ શ્રદ્ધા કપૂરની સાથે જોવા મળ્યો હતો. પ્રભાસ આ શોના સેટ પર પોતાની અપકમિંગ ફિલ્મ સાહોના પ્રમોશન માટે આવ્યા હતા. કપિલ શર્માએ શોની શરૂઆતમાં જ પબ્લિકને પ્રભાસનું પૂરનું નામ જણાવીને બધાને ચોંકાવી દીધા હતા. કપિલ શર્માએ શોની શરૂઆત સેટ પર આવતા એક ઇન્ટરનેશનલ ગેસ્ટનો પરિચય કરાવવાની સાથે કરી અને ત્યાર બાદ તેણે સાહો સ્ટાર પ્રભાસનો પરિચય કરાવ્યો.
કપિલ શર્માએ પ્રભાસનું પૂરું નામ જણાવીને શો પર આવેલી ઓડિયન્સને તેમનો પરિચય કરાવ્યો. કેમ કે મોટાભાગના લોકો પ્રભાસનું પૂરું નામ જાણતા નથી. એટલા માટે જ્યારે કપિલે પૂરું નામ જણાવ્યું તો લોકો ચોંકી ગયા.
કપિલે પ્રભાસનું નામ કંઈક આવી રીતે લીધું, ‘પ્લીઝ વેલકમ વેંકટેશ સત્યનારાયણા પ્રભાસ રાજૂ ઉપ્પલપત્તિ’. સાથે કપિલે મજાક કરતા કહ્યું કે આ 5 લોકો નહીં પરંતુ એક વ્યક્તિનું નામ છે અને આ વ્યક્તિ 5 સ્ટાર્સની બરાબર છે.
ફિલ્મની વાત કરીએ તો પ્રભાસની ફિલ્મ સાહો 30 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે જોવાનું એ રહેશે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેટલી કમાણી કરે છે. ફિલ્મમાં ફુલ ડોઝ એક્શન છે. પ્રથમ વખત ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને પ્રભાસની જોડી સાથે જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
શિક્ષણ
Advertisement