મુંબઇઃ બોલિવૂડના સ્ટાર સલમાન ખાન નવેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર સાથે પોતાના લગ્નની જાહેરાત કરશે તેવા અહેવાલો વહેતા થયા છે. નવેમ્બર મહિનો શરૂ થઇ ગયો પરંતુ યુલિયા વંતુર સલમાન ખાનની લાઇફમાં ગાયબ થઇ ગઇ છે અને હવે બોલિવૂડની એક હોટ એક્ટ્રેસે તેની જગ્યા લઇ લીધી છે. યુલિયા ભારત છોડીને ચાલી ગઇ છે. યુલિયાની ગેરહાજરીમાં સલમાન ખાન બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
સલમાનની લાઇફમાં અનેક એક્ટ્રેસ આવી ચૂકી છે. જોકે, અત્યાર સુધી કોઇ એક્ટ્રેસ સાથે સલમાન ખાનના લગ્ન થયા નથી. જોકે લાગે છે કે ઉર્વશી સલમાન ખાનની ફેવરિટ એક્ટ્રેસ બની ચૂકી છે. નોંધનીય છે કે ઉર્વશી સાથેના શાહરૂખ ખાનના વધતા સંબંધોને લઇને શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. દુબઇમાં એક એવોર્ડ ફંક્શનમાં શાહરૂખ અને ઉર્વશી નજીક આવ્યા હોવાની વાત વહેતી થઇ હતી.
10/12
ડેક્કન ક્રોનિકલના અહેવાલમાં જણાવ્યુ હતું કે ઉર્વશી સલમાનના ઘરે જોવા મળી રહી છે. એક સુત્રોના કહેવા પ્રમાણે, તાજેતરમાં ઉર્વશીને ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર જોવા મળી હતી.
11/12
12/12
કેટલાક અહેવાલો અનુસાર, તાજેતરમાં જ ઉર્વશી રૌતેલા મોડી રાત્રે સલમાન ખાનના ફ્લેટમાં રોકાઇ હતી. ઉર્વશીનું સલમાન ખાનના ઘરે આવવાનું પણ વધી ગયું છે. અંગ્રેજી અખબાર ડેક્કન ક્રોનિકલના એક રિપોર્ટમાં સલમાન અને ઉર્વશી વચ્ચે અફેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.