શોધખોળ કરો
Advertisement
નવાઝુદ્દીન સિદ્દીકીની ‘બોલે ચૂડિયાં’ ફિલ્મમાંથી આ હોટ એક્ટ્રેસને કાઢી મૂકાઈ, કારણ જાણીને ચોંકી જશો
શુક્રવારે ફિલ્મના નિર્માતા અને એક્ટ્રેસે એકબીજા સામે આક્ષેપો કરીને આ જાહેરાત કરી હતી.
મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકી સ્ટારર ‘બોલે ચૂડિયાં’ ફિલ્મમાંથી એક્ટ્રેસ મૌની રોયને કાઢી મૂકાઈ છે. શુક્રવારે ફિલ્મના નિર્માતા અને એક્ટ્રેસે એકબીજા સામે આક્ષેપો કરીને આ જાહેરાત કરી હતી. પ્રોડ્યૂસર રાજેશ ભાટિયાએ કહ્યું કે,મૌની ખૂબ જ અનપ્રોફેશનલ છે. તેનું વર્તન બેજવાબદારીભર્યું છે તેથી મૌની સાથેનો કોન્ટ્રાકટ રદ કરી નાખ્યો છે.
બીજી તરફ મૌનીના પ્રવક્તાનું કહેવું છે કે, અમુક તફાવતને કારણે તેણે કોન્ટ્રાકટ સાઈન કર્યો ન હતો. ભાટિયાએ જણાવ્યું કે, મોનીને ફિલ્મમાં લીધી ત્યારથી તે અને તેની એજન્સી ખૂબ જ અનપ્રોફેશનલી અને બેજવાબદાર બનીને વર્તતાં હતા. તેના વર્તનથી પ્રોડ્યૂસર્સ, ડિરેક્ટર અને એક્ટર શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા હતા.
મૌનીના પ્રવક્તાએ કહ્યું કે, ‘મોની હવે આ હવે ફિલ્મનો હિસ્સો નથી. મૌનીએ અગાઉ ઘણી ફિલ્મો કરી છે અને તેનું સફળ કરિયર છે. દરેક લોકો તેના પ્રોફેશનાલિઝમના વખાણ કરતાં હતાં. નવાઝુદ્દીન સિદ્દકીનો ભાઈ શમ્સ સિદ્દકી‘બોલે ચૂડિયાં’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મના પ્રોડ્યૂસર રાજેશ ભાટિયા અને કિરણ ભાટિયા છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement