શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ સ્ટાર કપલ વચ્ચે થયું બ્રેકઅપ? આ વ્યક્તિને કારણે લીધો અલગ થવાનો નિર્ણય?
મીડિયા સૂત્રોની માનીએ તો ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેકઅપ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
નવી દિલ્હીઃ એક્ટ્રેસ દિશા પટની અને એક્ટર ટાઈગર શ્રોફની વચ્ચે બ્રેક થયાના અહેવાલ આવી રહ્યા છે. પિંકવિલાના અહેવાલ અનુસાર બન્ને સાથે જોડાયેલ નજીકના સૂત્રએ કહ્યું કે, બન્ને વચ્ચે બ્રેક અપ થઈ ગયું છે. જોકે આજ સુધી બન્નેએ પોતાના રિલેશનશીપની કબૂલાત કરી નથી.
મીડિયા સૂત્રોની માનીએ તો ટાઈગર શ્રોફ અને દિશા પટની વચ્ચે બ્રેકઅપ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. તે બન્ને છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે. જોકે બન્નેએ ક્યારેય જાહેરમાં પોતાના રિલેશનશીપની કબૂલાત કરી નથી. બન્નેને સાથે ઘણીવાર લંચ અને ડિનર ડેટ્સ પર સ્પોટ કરવામાં આવ્યા છે. જોકે હવે એવી માહિતી મળી છે કે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું છે.
એક ખાનગી મીડિયા સાથે વાત કરતા આ બન્નેના એક કોમન ફ્રેન્ડે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક સપ્તાહથી ટાઇગર અને દિશા વચ્ચે ઘણી સમસ્યાઓ ચાલી રહી છે. તેથી હવે આ બન્ને સ્ટાર્સે પોત પોતાના રસ્તે અને આ સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ટાઇગર અને દિશાની સાથે-સાથ તેમના મિત્રોને પણ આ રિલેશન સમાપ્ત થતા દેખાઈ રહ્યા છે.’
પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે દિશા પટનીની આદિત્ય ઠાકરે સાથે નજીક આવવાથી આ બ્રેકઅપ થઈ રહ્યું છે. પરંતુ એવું નથી. સૂત્રો મુજબ બન્ને વચ્ચે ઘણા સમયથી સમસ્યા ચાલી રહી છે. તેથી બન્ને પોતાની સહમતીથી અલગ થઈ ફ્રેન્ડ તરીકે રહેવાનો નિર્ણય કર્યો છે. આ બન્ને ફિલ્મ ‘બાગી 2’માં સાથે દેખાયા હતા. ઉપરાંત કેટલાક મ્યુઝિક વીડિયો અને જાહેરાતોમાં પણ બન્ને સાથે કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement