શોધખોળ કરો
Advertisement
'Baaghi 3' ના સેટ પરથી ટાઈગર શ્રોફનો એક્શન લૂક આવ્યો સામે, જુઓ તસવીર
‘બાગી 3’ માં ટાઈગર શ્રોફ શ્રદ્ધા કપૂર સાથે નજર આવશે. આ પહેલા બાગી 2 માં ટાઈગર દિશા પટણી સાથે નજર આવ્યો હતો.
મુંબઈ: ફિલ્મ ‘વૉર’માં મોટી સફળતા બાદ એક્ટર ટાઈગર શ્રોફ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બાગી 3’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર સાથે રોમાન્સ કરતો નજરે પડશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. તેની વચ્ચે ટાઈગરે સોશિયલ મીડિયા પર ‘બાગી 3’ના સેટ પરથી પોતાનો લૂક શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ટાઈગરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે ‘એક્શન ડે 2....’, તસવીરમાં ટાઈગર સ્લીવલેસ જેકેટમાં પોતાની બૉડી ફ્લૉન્ટ કરતો નજર આવી રહ્યો છે. સનગ્લાસ પહેરીને ટાઈગર ખૂબજ હેન્ડસમ નજર આવી રહ્યો છે. તસવીર જોઈને કહી શકાય છે કે ‘બાગી 3’માં ટાઈગર દમદાર ભૂમિકામાં નજર આવશે. ટાઈગરની આ તસવીરને તેના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે બાગી 2 માં ટાઈગર દિશા પટણી સાથે નજર આવ્યો હતો. જ્યારે ‘બાગી 3’માં ફરી શ્રદ્ધા કપૂર સાથે નજર આવશે. ‘બાગી 3’ને અહમદ ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે. ‘બાગી 3’માં ટાઈગર-શ્રદ્ધા સાથે સાથે રિતેશ દેશમુખ પણ મહત્વના રોલમાં નજર આવશે. આ ફિલ્મ આવતા વર્ષે 6 માર્ચે રિલીઝ થશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement