શોધખોળ કરો
Advertisement
TMKOC: શું પોપટલાલને મળી ગઈ દુલ્હન ? ‘ભિડે માસ્ટર’એ કર્યા બીજા લગ્ન! જાણો વિગતે
લેટેસ્ટ એપિસોડમાં એ સમયે કોગુલધામ સોસાયટીના તમામ સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા જ્યારે એક સાઉથ ઇન્ડિયન મહિલા પોપટલાલની બાલકનીમાં જોવા મળે છે.
ટીવીના જાણીતા ફેમિલી કોમેડી શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં દરરોજ નવા નવા ટ્વિસ્ટ અને ટર્ન દર્શકોને હસાવતા રહે છે. આ શોના દરેક કેરેક્ટરને લોકો ખૂબ પસંદ કરે છે. શોમાં પત્રકાર પોપટલાલ પણ ઘરે ઘરે જાણીતા છે. પોપટલાલ કુંવારા છે અને તે એક દુલ્હનની શોધમાં છે. મોટેભાગે શોમાં પોપટલાલ દુલ્હન શોધતા જોવા મળે છે.
પોપટલ લાલની બાલકનીમાં જોવા મળી મહિલા
લેટેસ્ટ એપિસોડમાં એ સમયે કોગુલધામ સોસાયટીના તમામ સભ્યો આશ્ચર્યમાં મુકાઈ ગયા જ્યારે એક સાઉથ ઇન્ડિયન મહિલા પોપટલાલની બાલકનીમાં જોવા મળે છે. બધાને લાગે છે કે પોપટલાલે ફાઇનલી લગ્ન કરી લીધા છે. પરંતુ સોઢી પોપટ પર ખૂબ જ ગુસ્સે થાય છે. સોઢીનું કહેવું હોય છે કે તેણે હંમેશા પોપટલાલના લગ્ન માટે પ્રાર્થના કરી છે અને હવે પોપટલાલે કોઈને કહ્યા વગર લગ્ન કરી લીધા.
જેઠાલાલને થઈ ગેરસમજ
જ્યારે આ એપિસોડમાં એક વધુ ટર્ન જોવા મળે છે જ્યારે જેઠાલાલને ગેરસમજ થાય છે અને તેને લાગે છે કે ભિડેએ બીજા લગ્ન કરી લીધા છે. જેઠાલાલ આ વાતને લઇને ભીડે પર ગુસ્સે થઈ જાય છે. જેઠાલાલ આ વાત તારક મેહાતને પણ જણાવે ચે. જ્યારે તારક આ વાત સાંભળીને ચોંકી જાય છે અને ઘણાં ઉદાસ થઈ જાય છે.
શું હશે ગોકુલધામ સોસાયટીનું રિએક્શન
આ વખતે કોગુલધામ સોસાયટીમાં પોપટલા અને ભિડેના લગ્નને લઈને ગેરસમજ ઉભી થઈ છે. શું બન્નેએ ખરેખ લગ્ન કરી લીધા છે? જો નહીં તો પછી પોપટલાની બાલકનીમાં જોવા મળેલ સાઉથ ઇન્ડિયન મહિલા કોણ છે ? જેઠાલાલને પણ કેમ એવું લાગ્યું કે ભિડેએ બીજા લગ્ન કરી લીધા છે ? લગ્નને લઈને મચેલ આ ગેરસમજને લઈને ગોકુલધામ સોસાઈટીનું શું રિએક્શન હશે ? એ જાણવા માટે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો આગામી એપિસોડ જોવાનું રસપ્રદ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement