શોધખોળ કરો
Advertisement
સોશ્યલ મીડિયા પર કઇ હીરોઇનને લોકોએ 'ફાલતુ હીરોઇન' કહેતા બરાબરની ગિન્નાઇ, ને પછી શું કર્યુ
તાપસીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી હવે રશ્મિ રૉકેટ, લૂપ લપેટા, શાબાશ મિટ્ઠુમાં દેખાશે. હાલ તે રશ્મિ રૉકેટની શૂટિંગમાં બિઝી છે. જેમાં એક ગુજરાતી એથ્લિટની ભૂમિકામાં નિભાવી રહી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ ફરી એકવાર ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે તે પોતાની કલાને લઇને નહીં પરંતુ ટ્રૉલરના નિશાને ચઢવાના કારણે ચર્ચામાં આવી છે. આમ તો તાપસી એક સારી કલાકાર છે અને તેને કેટલીય સારી ફિલ્મો કરીને પોતાનો દમ બતાવી દીધો છે. આટલુ કર્યા છતાં એક યૂઝરે સોશ્યલ મીડિયા પર તેને ટ્રૉલ કરી, તેને ફાલતુ હીરોઇને કહીને ટ્રૉલ કરવામાં આવતી હીરોઇને બરાબરની અકળાઇ હતી.
ટ્રૉલરે કહ્યું- ફાલતુ હીરોઇન
એક્ટ્રેસ તાપસી પન્નૂએ કેટલાક સ્ક્રીનશૉટ શેર કર્યા છે, જેમાં એક ટ્રૉલર તેને ફાલતુ હીરોઇન કહી રહ્યો છે, સાથે તેના માટે અશ્લીલ ભાષાનો ઉપયોગ પણ કરી રહ્યો છે. પરંતુ આના પર તાપસીએ એકદમ શાલીનતાથી જવાબ આપ્યો કે ટ્રૉલરની બૉલતી જ બંધ કરી દીધી. તાપસીએ ટ્રૉલરને કહ્યું- ઉઠાયા તો હૈ મેને સ્ટાન્ડર્ડ, પર આપકો શાયદ ના સમજ આયે....
જોકે, ગિન્નાયેલી તાપસીએ ટ્રૉલરને બરાબરનો પોતાની ભાષામાં ઝાટકણી કાઢી હતી. એક્ટ્રેસના આ વલણને લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આવુ પહેલીવાર નથી બન્યુ કે કોઇ એક્ટ્રેસને ટ્રૉલિંગનો સામનો કરવો પડ્યો હોય. અવાર નવાર કેટલીય હીરોઇનો અને હીરો સોશ્યલ મીડિયા પર ટ્રૉલિંગનો શિકાર બનતા રહે છે.
તાપસીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી હવે રશ્મિ રૉકેટ, લૂપ લપેટા, શાબાશ મિટ્ઠુમાં દેખાશે. હાલ તે રશ્મિ રૉકેટની શૂટિંગમાં બિઝી છે. જેમાં એક ગુજરાતી એથ્લિટની ભૂમિકામાં નિભાવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement