શોધખોળ કરો
આમીર ખાનની સાથે મસ્તી કરતી આ ખૂબસૂરત યુવતી છે કોણ ? લોકોએ કરી કેવી અશ્લીલ કોમેન્ટ્સ ?
1/7

2/7

3/7

નોંધનીય છે કે આમિર ખાને કુનુરમાં પોતાના કઝિન અને ડિરેક્ટર મંસૂર ખાનનો 60મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આમિરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટો શેર કરતા લખ્યું હતું કે, અમે મંસૂરનો 60મો જન્મદિવસ મનાવી રહ્યા છીએ. મંસૂર ખાન આમિરનો કઝીન છે. મંસૂરે આમિર ખાનની કયામત સે કયામત તક, જો જીતા વહી સિકંદર, અકેલે હમ અકેલે તુમ જેવી અનેક ફિલ્મો ડિરેક્ટ કરી છે.
4/7

ટ્રોલર્સનું કહેવું છે કે રમઝાનના મહિનામાં આમિર ખાને આ પ્રકારની તસવીર પોસ્ટ કરવી જોઇતી નહોતી. કેટલાક લોકો પિતા અને દીકરીની બોન્ડિંગ પર આપતિજનક કોમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યુ કે, રમઝાનના મહિનામાં ઇરાએ યોગ્ય કપડા પહેરવા જોઇતા હતા. જોકે, કેટલાક યુઝર્સે ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.
5/7

પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ આમિર અને ઇરાની આ તસવીર પર વિરોધ નોંધાવી રહ્યા છે. કેટલાક ટ્રોલર્સે લખ્યું કે, રમઝાનના અવસર પર આમિર ખાને આવી તસવીર પોસ્ટ કરવી જોઇતી નહોતી. નોંધનીય છે કે ઇરા ખાન બોલિવૂડ એક્ટર આમિર ખાન અને તેની પ્રથમ પત્ની રિના દત્તાની દીકરી છે. રીના સાથે ડિવોર્સ લીધા બાદ આમિરે વર્ષ 2005માં કિરણ રાવ સાથે લગ્ન કરી લીધા હતા.
6/7

વેકેશનની એક ખાસ તસવીર આમિર ખાને ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં આમિર ખાન ગાર્ડનમાં બેઠો છે. તેની દીકરી ઇરા પપ્પા પર બેસીને મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે. તસવીરમાં એક પિતા અને દીકરી મસ્તીભરી ક્ષણો વિતાવી રહ્યા છે.
7/7

નવી દિલ્હીઃ મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતો બોલિવૂડ એક્ટર આમિર ખાન પરિવારની સાથે વેકેશન મનાવવામાં વ્યસ્ત છે. 52 વર્ષીય આમિર ખાન પત્ની કિરણ રાવ, દીકરા આઝાદ રાવ અને દીકરી ઇરા ખાન સાથે તમિલનાડુના કુનુર હિલ સ્ટેશન પર વેકેશન એન્જોય કરી રહ્યો છે.
Published at : 01 Jun 2018 10:38 AM (IST)
Tags :
Aamir KhanView More





















