શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના કયા અભિનેતાને પોલીસે ઢોર માર મારતાં ICUમાં દાખલ કરવો પડ્યો, જાણો વિગત
ટીવી સીરિયલ ‘કસમ તેરે પ્યાર કી’થી ફેમસ થયેલ એક્ટર અંશ અરોડા અને તેના નાના ભાઈને કથિત રીતે ગાઝિયાબાદ પોલીસે આખી રાત માર માર્યો હતો. સમગ્ર ઘટનાની એક રાત પહેલા અંશ અને એક દુકાનના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.
મુંબઈ: ટીવી સીરિયલ ‘કસમ તેરે પ્યાર કી’થી ફેમસ થયેલ એક્ટર અંશ અરોડા અને તેના નાના ભાઈને કથિત રીતે ગાઝિયાબાદ પોલીસે આખી રાત માર માર્યો હતો. સમગ્ર ઘટનાની એક રાત પહેલા અંશ અને એક દુકાનના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સ્ટોર ઈન્દ્રાપુરમ ગાઝિયાબાદમાં આવેલો છે.
ત્યાર બાદ અંશ પોતાના ભાઈ સાથે માફી માંગવા ગયો હતો. ત્યાં અંશ અને તેના ભાઈની મુલાકાત ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનના કેટલાંક કર્મચારીઓ સાથે થઈ હતી. અંશ અને તેના ભાઈને પોલીસ તરત જ કસ્ટડીમાં લઈ લીધો હતો. ત્યારબાદ બંનેને આખી રાત મારવામાં આવ્યા અને લોકઅપમાં પૂરી દીધા હતાં.
અંશની કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં તેના શરીર પર ઈજાના નિશાન દેખાય છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે, ‘અંશે 11 મેના રોજ એક દુકાનમાંથી સામાન અને હોટડોગ ઓર્ડર કર્યો હતો. જ્યારે તેણે બિલ માંગ્યું ત્યારે સ્ટાફે કહ્યું કે, બધું તૈયાર છે પરંતુ હોટડોગ માટે એક કલાક રાહ જોવી પડશે. ત્યાર બાદ અંશે તમામ વસ્તુઓ કેન્સલ કરવાનું કહ્યું હતું પરંતુ સ્ટાફ બરાબર જવાબ નહોતો આપતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગેજેટ
ટેકનોલોજી
Advertisement