શોધખોળ કરો
Advertisement
આ એક્ટર બાળપણની ફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે, ‘હલ્દી’ની તસવીરો આવી સામે
અંકિતની થનારી દુલ્હન મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. અંકિતે 2017માં પોતાનું એક્ટિંગ ડેબ્યું કર્યું હતું.
નવી દિલ્હીઃ ટીવી શો ‘મનમોહિની’માં કામ કરી રહેલ એક્ટરે અંકિત સિવાચ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નુપૂર ભાટિયાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બન્નેની મેહંદી અને હલ્દી સેરેમનીનું આયોજન થયું. હલ્દી સેરેમની સાથે જોડાયેલ કેટલીક તસવીર સામે આવી છે. આ તસવીરમાં અંકિત ખુદ પોતાની થનારી દુલ્હનને હલ્દી લગાવતો જોવા મળી રહ્યો છે. તમને જણાવીએ કે, અંકિમત અને નુપૂર એક બીજાને છેલ્લા 20 વર્ષથી ઓળખે છે.
હલ્દી સેરેમનીમાં કપલ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. નુપૂર હાથમાં મેહંદી, ફૂલના ઘરેણા અને હલ્દી લગાવીને ડાન્સ કરતી જોવા મળી રહી છે.
અંકિતની થનારી દુલ્હન મલ્ટીનેશનલ કંપનીમાં માર્કેટિંગ મેનેજર છે. અંકિતે 2017માં પોતાનું એક્ટિંગ ડેબ્યું કર્યું હતું. તે પ્રથમ વખત ટીવી શો ‘રિશ્તો કા ચક્રવ્યૂ’માં જોવા મળ્યો હતો.
અંકિત અને નૂપુરના લગ્ન ઉત્તરાખંડના જિમ કાર્બેટમાં થવાના છે. મેરઠના મૂળ વતની અંકિત અને નૂપુર મુંબઈમાં પણ રિસેપ્શન યોજશે. બંને બાળપણથી જ ખૂબ સારા મિત્રો છે, જે બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી. અને હવે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે.
અંકિતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું અને નૂપુર કિંડરગાર્ડન સ્કૂલથી સાથે છીએ. લગભગ 20 વર્ષથી. અમારા કેસમાં ‘પ્યાર દોસ્તી હૈ’વાળી વાત સાબિત થાય છે. અમે અત્યારસુધી સાથે રહ્યા છીએ. અમે એકબીજાને દરેક સ્થિતિમાં સાથ આપ્યો છે. એક સમય એવો હતો જ્યારે અમે અલગ-અલગ શહેરમાં હતા, ત્યાં સુધી કે બીજા દેશમાં પણ. તેમ છતાં અમારી વચ્ચેનો પ્રેમ અડગ રહ્યો. હું લગ્નને લઈને થોડો નર્વસ છું અને એક્સાઈડેટ પણ’.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement