શોધખોળ કરો
Advertisement
TVના આ બે કલાકારોએ પાંચ વર્ષ બાદ સગાઈ તોડી નાખી? જાણો કારણ
પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોગના એક્સ કન્ટેસ્ટન્ટ અશ્મિત પટેલ અને મહક ચહલે સગાઈ તોડી નાખી છે. અસ્મિત અને મહક છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતાં.
મુંબઈ: પોપ્યુલર ટીવી રિયાલિટી શો બિગ બોગના એક્સ કન્ટેસ્ટન્ટ અશ્મિત પટેલ અને મહક ચહલે સગાઈ તોડી નાખી છે તેવું મીડિયો રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. અસ્મિત અને મહક છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતાં. બંન્નેના સંબંધોની વચ્ચે ચાલી રહેલા ઝઘડાના કારણે બન્નેએ આ સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો.
બન્નેના રિલેશનશિપની શરૂઆત પણ બિગ બોસના ઘરમાંથી થઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, બે વર્ષ પહેલા બન્ને ડેસ્ટિનેશન વેડિંગનું પ્લાનિંગ પણ કરી રહ્યાં હતાં પરંતુ સંબંધોમાં તિરાડ પડવાના કારણે લગ્નની તારીખને બદલવામાં આવી હતી.
ટીવી શોમાં કામ કરી ચૂકેલા અશ્મિતે મહકને સ્પેનમાં લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને અભિનેત્રીએ પણ તાત્કાલિક હા પાડી દીધું હતું. પરંતુ બાદમાં બન્ને ઘણી વાતોને લઈને ઝઘડા પણ થયા હતા જેના કારણે સંબંધોમાં તિરાડ પડી હોવાનું જાણવા મળ્યું હતું. વાત એટલે સુધી પહોંચી ગઈ કે બન્નેએ સગાઈ તોડવાનો વારો આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે અશ્મિત અભિનેત્રી રિયા સેનને અશ્લિલ મેસેજ મોકલ્યા હતા જેના કારણે તે વિવાદોમાં ગેરાયેલો છે. જ્યારે અભિનેત્રી મહક ચહલ સલમાન ખાનની સાથે ફિલ્મ વોન્ટેડમાં જોવા મળી ચૂકી છે. આ સિવાય તેણે ‘મેં ઔર મિસેસ’ ખન્નામાં પણ કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement