શોધખોળ કરો
Advertisement
દયાભાભીએ કઈ નવી લક્ઝૂરિયસ કાર ખરીદી, કિંમત જાણીને ચોંકી જશો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાભાભી એટલે કે દિશા વાકાણીએ હાલમાં જ નવી વ્હાઈટ ઓડી કાર ખરીદી છે. દિશાએ આ ઓડી કારની તસવીર સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી.
મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દયાભાભી એટલે કે દિશા વાકાણીએ હાલમાં જ નવી વ્હાઈટ ઓડી કાર ખરીદી છે. દિશાએ આ ઓડી કારની તસવીર સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી. દિશા વાકાણીને લગ્નમાં તેના ભાઈ મયુર વાકાણીએ એક ઓડી કાર ગિફ્ટમાં આપી હતી. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીએ મુંબઈ સ્થિત સીએ મયુર પડિયા સાથે લગ્ન કર્યાં છે.
છેલ્લા કેટલાય સમયથી દયાભાભી સીરિયલમાં પરત ફરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ દિશા વાકાણી ચાહકો પર પણ ભડક્યાં હતાં જેને લઈને પણ ટ્રોલ થયા હતાં. આ કારની કિંમત અંદાજે 70 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, 2017 સપ્ટેમ્બરથી દિશા વાકાણી ‘તારક મહેતા..’માં જોવા મળતી નથી. દિશાએ મેટરનિટી બ્રેક લીધો છે અને ત્યારબાદથી જ તે શોમાં આવી હતી. તેની દીકરી પણ દોઢ વર્ષની થવા આવી પરંતુ દિશા શોમાં આવી નથી. ચર્ચા હતી કે સિરિયલના નિર્માતા અસિત મોદી નવી દયાભાભી લાવવાના છે. જોકે, વચ્ચે એવી વાત પણ હતી કે દિશા શોમાં કમબેક કરવાની છે. જોકે, હજી સુધી દયાભાભીનું પાત્ર કોણ ભજવશે, તે નક્કી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement