શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, જુઓ તસવીરો
બીગ બોસની એક્સ સ્પર્ધક અને ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે. કામ્યાએ 10 ફેબ્રુઆરી 2020 ના રોજ શલભ સાથે સાત ફેરા લઈને નવી જિંદગીની શરૂઆત કરી.
મુંબઈ: બીગ બોસની એક્સ સ્પર્ધક અને ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે. કામ્યાએ 10 ફેબ્રુઆરી 2020 ના રોજ શલભ સાથે સાત ફેરા લઈને નવી જિંદગીની શરૂઆત કરી. કામ્યા પંજાબીના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા.
કામ્યા પંજાબી લેહંગા અને જવેલરીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. શલભ પણ સફેદ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા.
કામ્યા પંજાબી અને શલભ છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આશરે એક વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ આજે બંનેએ લગ્ન જીવનની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે, કામ્યા પંજાબીનાં આ બીજા લગ્ન છે. તેણે વર્ષ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે. પરંતુ કામ્યા અને બંટી વર્ષ 2013માં અલગ થઈ ગયા હતા.
કામ્યા અને શલભ બંનેના આ બીજા લગ્ન છે. કામ્યાને એક દિકરી છે તો શલભને પણ 10 વર્ષનો પુત્ર ઈશાન છે. રસપ્રદ વાત એ છે કે આ લવબર્ડ ફેબ્રુઆરી 2019માં મળ્યા હતા અને આજ મહિનામાં ફેબ્રુઆરી 2020માં બંનેએ લગ્ન કર્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion