શોધખોળ કરો
'ખુદ પાર્લામેન્ટ મેં બૈઠકર પોર્ન દેખતે હૈં, હમ કો રામાયણ દેખને કો કહતે હૈં', કઈ હોટ એક્ટ્રેસની આ કોમેન્ટથી લોકો ભડક્યાં ?
લોકડાઉન દરમિયાન કેંદ્ર સરકાર દ્વારા દુરદર્શન પર રામાયણ અને ડીડી ભારતી પર મહાભારતનું પ્રસાસણ શરૂ કરવામાં આવ્યું છે.
!['ખુદ પાર્લામેન્ટ મેં બૈઠકર પોર્ન દેખતે હૈં, હમ કો રામાયણ દેખને કો કહતે હૈં', કઈ હોટ એક્ટ્રેસની આ કોમેન્ટથી લોકો ભડક્યાં ? TV Actress kavita kaushik controversial statement over ramayan 'ખુદ પાર્લામેન્ટ મેં બૈઠકર પોર્ન દેખતે હૈં, હમ કો રામાયણ દેખને કો કહતે હૈં', કઈ હોટ એક્ટ્રેસની આ કોમેન્ટથી લોકો ભડક્યાં ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/30235832/kavita-kaushik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ભારતમાં કોરોના વાયરસના કહેરના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે, લોકડાઉન દરમિયાન કેંદ્ર સરકાર દ્વારા દુરદર્શન પર રામાયણ અને ડીડી ભારતી પર મહાભારતનું પ્રસાસણ શરૂ કરવામાં આવ્યું છે. કેંદ્રીય સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી આ અંગે માહિતી આપી હતી. રામાયણના પ્રસારણને લઈને ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકનું એક ટ્વિટ ચર્ચામાં છે. ટીવી એક્ટ્રેસે વિવાદીત ટિપ્પણી કરતા લોકોએ તેની ધરપકડ કરવાની માંગ કરી છે.
ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિકે ટ્વિટ કરતા લખ્યું, 'ખુદ પાર્લામેન્ટ મેં બૈઠકર પોર્ન દેખતે હૈં, હમ કો રામાયણ દેખને કો કહતે હૈં' ટીવી અભિનેત્રીએ ટ્વીટ કરતાંની સાથે જ તેને ટ્રોલ કરવામાં આવી હતી અને ઘણા ટ્રોલર્સ દ્વારા રામાયણની અશ્લીલ ફિલ્મ સાથે તુલના કરવા બદલ તેને દિલ્હી પોલીસને ધરપકડ કરવા જણાવ્યું હતું. કવિતા કૌશિક તેની ટીવી સીરિયલ ‘ચંદ્રમુખી ચૌટાલા’ માટે જાણીતી છે.
‘રામાયણ’ દૂરદર્શનની સુપરહિટ સીરિયલ હતી. જેને પ્રસારિત કરીએ 33 વર્ષ થઇ ચુક્યા છે. રામાનંદ સાગરની આ સિરિયલ જાન્યુઆરી 1987 થી જુલાઈ 1988 ની વચ્ચે પ્રસારિત થઈ હતી.
સવારે 9 અને રાત્રીના 9 વાગ્યે દૂરદર્શન પર રામાયણ પ્રસારિત કરવામાં આવી રહી છે તો તો ડીડી ભારતી પર બપોરે 12 વાગ્યે અને સાંજે 7 વાગ્યે મહાભારત પ્રસારિત કરવામાં આવે છે. રામાયણમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામનું પાત્ર અરૂણ ગોવિલ અને સીતાનું પાત્ર દીપિકા ચિખલિયાએ ભજવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)