શોધખોળ કરો
Advertisement
ટીવીની જાણીતી એક્ટ્રેસે દિલ્હીના બિઝનેસમેન સાથે કર્યાં લગ્ન, બંનેની લવ સ્ટોરી છે બિલકુલ અલગ
ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રીએ દિલ્હીમાં પોતાના મિત્ર રોહિત સરોહાની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહની થોડી તસવીરો સામે આવી છે.
પ્રસિદ્ધ અભિનેત્રી પ્રાચી તેહલાને દિલ્હીમાં પોતાના મિત્ર રોહિત સરોહાની સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્ન સમારોહની થોડી તસવીરો સામે આવી છે. સાહિલ કોચરે તૈયાર કરેલા લાલ લહેંગામાં પ્રાચી બહુ જ ખુબસુરત લાગતી હતી. આ શાહી લુકવાળા લહેંગાને પ્રાચીએ અર્ચના અગ્રવાલના ડિઝાઈનર જ્વૈલરની સાથે પહેર્યો હતો. ઝુમખા, હાર, હેડપીસ અને નથણીની સાથે પ્રાચીએ આ સિઝનમાં દુલ્હનો માટે નવો ટ્રેંડ સેટ કરી દીધો છે.
‘દીયા ઔર બાતે હમ’ સીરિયલમાં આરજૂ રાઠીનું પાત્ર ભજવનાર અભિનેત્રી પ્રાચી તેહલાન લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. શુક્રવારે તેણે દિલ્હીના બિઝનેસમેન રોહિત સરોહાની સાથે લગ્નના સાત ફેરા લીધા હતાં. પ્રાચીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની તસવીરો પોસ્ત કરી હતી.
પહેલા પ્રાંચી ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગતી હતી પરંતુ કોરોના કાળના કારણે તેણે કેન્સલ કરવું પડ્યું હતું. લગ્નની તમામ વિધિ દિલ્હીમાં કરવામાં આવી હતી. પ્રાચી અને રોહિતના આ લવ વીથ અરેન્જ મેરેજ છે. બન્નેની મુલાકાત એક ફેમિલી ફંક્શન દરમિયાન થઈ હતી.
પોતાના લગ્ન વિશે પ્રાચીએ કહ્યું હતું કે, બધું સારી રીતે પૂર્ણ થઈ ગયું. આ જોઈ મને ખુશી થાય છે. લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટેંસિંગનો પણ ખ્યાલ રાખ્યો હતો અને બધાં લોકોએ માસ્ક પહેર્યાં હતાં. પ્રાચી અને રોહિત પહેલીવાર વર્ષ 2012માં મળ્યાં હતાં પરંતુ ત્યાર બાદ તેમની વાતચીત બંધ થઈ ગઈ હતી. લોકડાઉન દરમિયાન બન્ને ફરીથી વાતો શરૂ કરી અને લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
પ્રાચી તેહલાને 2014માં સીરિયલ ‘દીયા ઔર બાતે હમ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે સીરિયલ ‘ઈક્યાવન’માં કામ કર્યું હતું. ટીવી સિવાય પ્રાચીએ પંજાબી, મલિયાલમ અને તેલુગુ ફિલ્મમાં કામ કર્યું છે. પ્રાચીએ કહ્યું હતું કે, લગ્ન બાદ પણ તે કામ કરતી રહેશે.
પ્રાચીએ જણાવ્યું હતું કે, રોહિતને છેલ્લા આઠ વર્ષથી ઓળખે છે. વચ્ચે બન્ને વચ્ચે થોડી તકરાર થઈ હતી જેને લઈને બન્ને અલગ થઈ ગયા હતાં પરંતુ કોરોનાએ બનાવેલા અંતરના કારણે બન્ને ફરીથી એક થઈ ગયા છે. પ્રાચીએ કહ્યું હતું કે, આ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અમે બન્ને આટલા લાંબા સમય સુધી એક-બીજાથી વાત ન કરી શક્યા. આ વખતે બન્ને એક થયા તેના બીજા જ દિવસે રોહિતે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો અને બન્ને પરિવારોએ મળીને આ શુભ કાર્યને સંપન્ન કર્યું.
પ્રાચી તેહલાને ટેલીવિઝનની સુપરહિટ સીરિયલ ‘દીયા બાતી ઔર હમ’થી પોતાની ઓળખ બનાવી છે. પ્રાચીની છેલ્લી ફિલ્મ મમંગલ મલયાલમ, તેલુગુ અને હિંદીમાં રીલિયલ થઈ હતી. આ ફિલ્મને ખાડી વિસ્તારો સિવાય ભારતમાં પણ જબરદસ્ત બિઝનેસ થયો હતો.
આ ફિલ્મ થયા બાદ પ્રાચીના લગ્નના સમાચાર આવવાના શરૂ થઈ ગયા હતાં પરંતુ પ્રાચીએ કહેવું છે કે, આ બધું અચાનક જ થઈ ગયું. કોરોના મહામારીમાં તે દિલ્હી પોતાના પરિવારની સાથે રહેવા પહોંચી ગઈ હતી અને આ દરમિયાન રોહિત તેના સંપર્કમાં આવ્યો હતો. નેશનલ લેવલની નેટબોલ ખેલાડી રહી ચૂકેલ પ્રાચી તેહલાને હાલ પોતાના પતિની સાથે મોનસુન એન્જોય કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement