શોધખોળ કરો
Advertisement
એક્ટર અંકિત ગેરાને ડેટ કરી રહી છે ‘બીગ બોસ’ ફેમ આ એક્ટ્રેસ, સોશિયલ મીડિયા પર શેર કરી ફોટો
જણાવીએ કે, અંકિત પહેલા સારાએ એક્ટર અલી મર્ચન્ટ સાથે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હાત પરંતુ બન્નેએ એક વર્ષ બાદ જ છૂટાછેડા લઈ લીધા હતા.
નવી દિલ્હીઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ અને બોલિવૂડની અનેક ફિલ્મોમાં સાઈડ રોલ પ્લે કરી ચૂકેલ સારા ખાન હાલમાં પ્રેમમાં છે. સારાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પ્રેમનો ખુલાસો કર્યો છે. સારા ટીવી એક્ટર અંકિત ગેરાને ડેટ કરી રહી છે.
જણાવીએ કે, અંકિત પહેલા સારાએ એક્ટર અલી મર્ચન્ટ સાથે બિગ બોસના ઘરમાં લગ્ન કર્યા હાત પરંતુ બન્નેએ એક વર્ષ બાદ જ છૂટાછેડા લઈ લીધા હતા. સારાએ અંકિતસાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે પરંતુ મંગળવારે સારાએ એક સ્પેશિયલ તસવીર શેર કરી ફેન્સને ખુશખબર આપ્યા છે.View this post on Instagram
સારાએ અંકિત સાથે ફોટો શેર કરી લખ્યું કે, ‘ખુશી, પ્રેમ, સાથ અને હંમેશા માટે તમે મારા છો.’ સારાના મિત્રો અને ફેન બન્ને તેની પર્સનલ લાઇફ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સારા તેના બોલ્ડ ફોટોશૂટ અને સર્જરીના કારણે ચર્ચામાં રહી હતી. એક્ટિંગ ઉપરાંત સારાએ સિંગિંગ પણ કરી છે. તેને ‘બ્લેક હાર્ટ’ નામનું એક ગીત પણ રિલીઝ કર્યુ હતું.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement