શોધખોળ કરો
Advertisement
માત્ર 6 મહિનામાં આ હોટ એક્ટ્રેસે કોંગ્રેસ સાથે ફાડ્યો છેડો, કહ્યું- આજથી હું......
અર્શી ખાને કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની સાથે સાથે હંમેશા માટે રાજકારણમાંથી નિવૃત્તી લઈ લીધી છે.
નવી દિલ્હીઃ બિગ બોસ ફેમ અર્શી ખાન પોતાના નિવેદનનોને કારણે ચર્ચામાં રહે છે. બિગ બોસના ઘરમાં પણ તે વિવાદોને કારણએ જ જાણીતી હતી. બિગ બોસ બાદ અર્શી અનેક ટીવી શોમાં જોવા મળી હતી. સાથે જ ફેબ્રુઆરી 2019માં અર્શી ખાને રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. પરંતુ હવે તેણે રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો છે. તેણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને બધાને ચોંકાવી દીધા છે.
એટલું જ નહીં પણ અર્શી ખાને કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાની સાથે સાથે હંમેશા માટે રાજકારણમાંથી નિવૃત્તી લઈ લીધી છે. તેણે પોતાની નિવૃત્તીની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી છે. તેણે એક ટ્વીટ કર્યુ અને આ ટ્વીટમાં નિવૃત્તી પાછળનુ સાચું કારણ કહ્યું છે.
અર્શી ખાને ટ્વિટ કરતાં લખ્યું કે, ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા મારા કામના કારણે રાજકારણમાં યોગદાન આપવું ઘણુ મુશ્કેલ થઇ ગયું છે. તેથી હું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી રહી છુ. મારા પર ભરોસો કરવા અને સમાજનું કામ કરવાની તક આપી એ બદલ ખુબ ખુબ આભાર.Thank you Congress party for giving me the opportunity ♥️ @bombaytimes @Spotboye @TheKhbri @tellymasala @indiaforums @timesofindia pic.twitter.com/IR2qJ9JeZM
— Arshi Khan❤️👑 (@ArshiKOfficial) August 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement