શોધખોળ કરો
Advertisement
દીકરા આદિત્યના નેહા કક્કડ સાથે લગ્ન પર ઉદિત નારાયણે કહ્યું- ‘જો આવું થયું તો.....’
પુત્રની જોડી પર નેહાએ કહ્યું કે નેહા અને આદિત્ય એકબીજાને સારી રીતે જાણે છે. પણ આગળ શું થાય તેની મને ખબર નથી.
મુંબઈઃ સિંગિગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલમાં હાલ જજ નેહા કક્કડ અને હોસ્ટ આદિત્ય નારાયણ લગ્નની ચર્ચા જોર પર છે. શોમાં હોસ્ટ આદિત્ય નારાયણ ખુલ્લેઆમ નેહા સાથે ફ્લર્ટ કરતા નજરે પડે છે. નેહા પણ હવે તો આદિત્ય સાથે ફ્લર્ટ કરે છે. આદિત્યના પિતા અને બોલિવૂડના જાણીતા ગાયક ઉદિત નારાયણ અને તેમની પત્ની દીપા નારાણય તો નેશનલ ટેલિવિઝન પર બંનેના સંબંધો મામલે લગ્ન સુધીની વાત ચલાવી ચૂક્યા છે.
જે પછી આદિત્ય અને નેહાના લગ્નનું કાર્ડ પણ વાયરલ થઇ ગયું. જો કે આ તમામ વાતો પછી આદિત્ય અને નેહાના સંબંધોને લઇને પહેલીવાર ઉદિત નારાયણે પ્રતિક્રિયા આપી છે.
જાણીતા અખબારને આપેલ એક ઇન્ટરવ્યૂમાં ઉદિત નારાયણે બંનેના લગ્નના સવાલ પર જવાબ આપતાં કહ્યું કે, ‘નેહા પ્રેમાળ છોકરી છે અને તેનું સિંગિંગ પણ સારૂં છે. તે મને પસંદ છે અને તે માત્ર અમને જ નહીં બધાને પસંદ છે. નેહા તે છોકરીઓમાંથી એક છે, જેણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની મહેનતથી જગ્યા બનાવી છે. હું તેના સોન્ગ પણ સાંભળું છું’.
પુત્રની જોડી પર નેહાએ કહ્યું કે નેહા અને આદિત્ય એકબીજાને સારી રીતે જાણે છે. પણ આગળ શું થાય તેની મને ખબર નથી. ટીવી પર તેમને લઇને ખબરો આવતી રહે છે. પણ મને નથી ખબર કે તે લોકો લગ્ન કરવાના છે કે કેમ? જો લગ્ન થાય તો મને તો ખુશી થશે અને તે અમારા ફેમીલીનો ભાગ બનશે. તમને જણાવી દઇએ કે કેટલાક દિવસ પહેલા આવેલા આ એપિસોડમાં ઉદિત નારાયણ અને તેમની પત્ની દીપા નારાયણે ઇન્ડિયન આઇડલના મંચ પર જ નેહાને પોતાના ઘરની વહુ બનાવાની વાત ઉચ્ચારી હતી. આપને જણાવી દઈએ કે, નેહા હાલ સિંગર છે. ગયા વર્ષે તેનું હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થયું હતું. જેના કારણે તે ડિપ્રેશનમાં પણ જતી રહી હતી. જો કે, હાલ તે પોતાની લાઈફને એન્જોય કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement