શોધખોળ કરો
Advertisement
Ex બોયફ્રેન્ડ હાર્દિક પંડ્યા સાથે અફેરને લઈને આ બોલિવૂડ એક્ટ્રેસે તોડ્યું મૌન, કહી દિલની વાત
આ પહેલા એવા સમાચાર હતા કે ઉર્વશીએ હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ માટેનાં પાસ અરેન્જ કરવા કહ્યું હતુ, પરંતુ હાર્દિકે ઉર્વશીને અટેન્શન આપ્યું નહોતુ.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી એક વખત એક્સ બોયફ્રેન્ડ ક્રિકેટર હાર્દિક પંડ્યાને કારણે ચર્ચામાં છે. તેનું કારણ છે ઉર્વશી અને હાર્દિકના નામ પર બનેલ ફેક વીડિયો, જે યૂટ્યૂબ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્વશીએ આ વીડિયોનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાં આવા ખોટા વીડિયો ન બનાવવાની અપીલ કરી છે. ઉર્વશીએ જે સ્ક્રીનશોટ શેર કર્યો છે, તેમાં લખ્યું છે કે, ઉર્વશીએ એક્સ બોયફ્રેન્ડ પાસે મદદ માગી. વીડિયોમાં હાર્દિક પંડ્યા અને ઉર્વશીની તસવીર લાગેલ છે.
ઉર્વશીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ક્રીનશૉટ શેર કરતા લખ્યું છે કે, ‘હું અપીલ કરું છું કે આ વિડીયો માટે જવાબદાર મીડિયા ચેનલ્સ પ્લીઝ યૂટ્યૂબ પર આવા વિડીયો અપલૉડ ના કરો. મારી એક ફેમિલી છે, જેમને જવાબ આપવાનો હોય છે અને આ મારા માટે સમસ્યા ઉભી કરે છે.”
આ પહેલા એવા સમાચાર હતા કે ઉર્વશીએ હાર્દિક પંડ્યાને વર્લ્ડ કપ માટેનાં પાસ અરેન્જ કરવા કહ્યું હતુ, પરંતુ હાર્દિકે ઉર્વશીને અટેન્શન આપ્યું નહોતુ. આ કારણે ઉર્વશી રૌતેલા વર્લ્ડ કપ જોઇ શકી નહોતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની રિલેશનશિપનાં સમાચારો આવ્યા હતા, પરંતુ આ વિશે ઉર્વશીએ હંમેશા ના કહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement