શોધખોળ કરો
Advertisement
વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'એ બીજા દિવસે કરી શાનદાર કમાણી, જાણો કલેક્શન
બોલીવૂડ અભિનેતા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D' બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D' બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. શુક્રવારે રિલીઝ થયેલી વરુણ ધવન તથા શ્રદ્ધા કપૂરની ફિલ્મસ્ટ્રીટ ડાન્સર 3Dની કમાણીમાં બીજા દિવસે 40 ટકાનો વધારો થયો છે. ટ્રેડ એનાલિસ્ટ તરન આદર્શના જણવ્યા અનુસાર ફિલ્મે બીજા દિવસે 13.21 કરોડની કમાણી કરી લીધી છે.
બોલીવૂડ અભિનેતા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'એ બોક્સ ઓફિસ પર બે દિવસમાં 23.47 કરોડની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે રેમો ડિસોઝાની આ ફિલ્મમાં ભારત-પાકિસ્તાનનો એન્ગલ છે. ફિલ્મ લંડન બેઝ્ડ છે. ફિલ્મમાં વરુણ ધવન ભારતીય તથા શ્રદ્ધા કપૂર પાકિસ્તાની બતાવવામાં આવી છે.
ફિલ્મ 3700 જેટલી સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મનું બજેટ લગભગ 70 કરોડ બતાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ વર્ષ 2013માં આવેલી ફિલ્મ એબીસીડીનો ત્રીજો ભાગ છે.
ફિલ્મના નિર્દેશક રેમો ડિસૂઝા છે. ફિલ્મમાં વરુણ ધવન સાથે શ્રદ્ધા કપૂર, પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના, ધર્મેશ, રાઘવ, પુનીત સહિત અનેક કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion