શોધખોળ કરો
Advertisement
Coolie No-1નું આ સીન કોઈને પણ નથી રહ્યું હજમ, સોશિયલ મીડિયા પર લોકોએ આ રીતે ઉડાવી મજાક
વરુણ ધવન સ્ટારર કુલી નંબર-1ના રિમેકનું એક સીન સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ સીનને લઈને અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે અને મજાક ઉડાવી રહ્યાં છે.
અમદાવાદ: બોલિવૂડમાં જૂની ફિલ્મોના રિમેકનો એક દૌર શરુ થઈ ગયો છે. વર્ષ 1995માં આવેલી ગોવિંદા અને કરિશ્માની ફિલ્મ કુલી નંબર-1ની રીમેક લોકો વચ્ચે આવી છે. જો કે, આ ફિલ્મનું ડાયરેક્શન ડેવિડ ધવને જ કર્યું છે, પરંતુ તેના સ્ટાર બદલ્યા છે. ફિલ્મમાં વરુણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભુમિકામાં છે.
પરંતુ ડેવિડ ધવન દ્વારા બનાવવામાં આવેલા 1995ના કુલી નંબર-1ના રિમેકનું એક સીન સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યું છે. લોકો આ સીનને લઈને અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યાં છે અને મજાક ઉડાવી રહ્યાં છે.
વાયરલ થયેલી આ નાનકડી ક્લિપમાં એક્ટર પૂરપાટ ઝડપે ચાલતી ટ્રેન પર દોડી રહ્યો છે અને ટ્રેન પરથી કૂદીને તેની આગળ ટ્રેક પર બેઠેલા બાળકને બચાવે છે.
આ સીનમાં અનેક એક્શનો એક સાથે જોવા મળી રહી છે.- પહેલા એક્ટર ટ્રેન ઉપર ટ્રેનની ગતિ કરતા ઝડપી દોડી રહ્યો છે. કોચ ઉપર છલાંગ લગાવીને બીજા કોચ પર પહોંચે છે, તેના બાદ ટ્રેક પર બેઠેલા બાળકને બચાવે છે.
Waah kya scene hai bhai @Varun_dvn ???????????? pic.twitter.com/kEIFU7lpZE
— N (@NayabPokiri) December 24, 2020
Waah kya scene hai bhai @Varun_dvn ???????????? pic.twitter.com/kEIFU7lpZE
— N (@NayabPokiri) December 24, 2020
આ વીડિયો ક્લિપ પર સોશિયલ મીડિયા પર જોક અને ટિપ્પણી સાથે ખૂબ વાયરલ થઈ રહી છે. વરુણ ધવન, સારા અલી ખાન, પરેશ રાવલ અને જાવેદ જાફરી અભિનીત આ ફિલ્મ એમેઝન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ ગઈ છે.जब ट्रेन पर कूदा तो आगे की तरफ कैसे गुटाली मारी। जब यह कूदा उस समय ट्रेन बच्चे से लगभग 2 मीटर दूर थी। तो लगभग 100 की स्पीड में 2 मीटर पार करने में 0.07 सेकंड लगते हैं। तो ये मादरणीय 0.07 सेकंड से कम समय में आगे कूदे वो भी बिना घिसटे और बच्चे को हटा दिया।
RIP भौतिक विज्ञान ???? pic.twitter.com/asoQMPq4gf — रोहित.विश्नोई (@The_Kafir_boy) December 25, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement