શોધખોળ કરો
Advertisement
વરુણ ધવને ભારતીય વાયુસેના સાથે વિતાવ્યા બે દિવસ, કહ્યું- મારા માટે જાદુઈ દિવસ
વરુણ ધવનને તસવીરો શેર કરીને લખ્યું કે, આ મારી જીંદગીનો સૌથી શાનદાર અનુભવ છે.
નવી દિલ્હી: બૉલિવૂડ અભિનેતા વરુણ ધવન અને અક્ટ્રેસ શ્રદ્ધા કપૂર જલ્દીજ ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’માં નજર આવશે. આ ફિલ્મ 24 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મ રિલીઝ પહેલા વરુણ ધવને ભારતીય વાયુ સેનાના અધિકારીઓ સાથે બે દિવસ વિતાવ્યા હતા. વરુણે તેની તસવીરો પણ ટ્વિટર પર શેર કરી છે.
વરુણ ધવનને વાયુ સેનાના અધિકારીઓ સાથેની તસવીરો શેર કરીને લખ્યું કે, મેં ભારતીય વાયુસેના સાથે જાદુઈ બે દિવસ વિતાવ્યા છે. આ મારી જીંદગીનો સૌથી શાનદાર અનુભવ છે. તેમણે આગળ લખ્યું કે, તે પુરુષ અને મહિલાઓનો ખૂબજ આભારી છું જેઓ દેશની સેવા કરે છે. તમારો આભાર. જય હિંદ
ઉલ્લેખનીય છે કે વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી નું ટ્રેલરે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યું છે. વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સ્ટારર ‘સ્ટ્રીટ ડાન્સ 3ડી’માં તેમની સાથે પ્રભુ દેવા, નોરા ફતેહી, સલમાન ખાન, રાઘવ જુયાલ, અપારશક્તિ ખુરાના જેવા કલાકારો નજર આવશે. આ ફિલ્મને રેમો ડીસૂઝાએ નિર્દેશિત કરી રહ્યાં છે.I have spent the most magical 2 days with the Indian airforce. This has been the best experience of my life. I have so much gratitude for men and women who serve our nation thank you ???? ???????? jai Hind pic.twitter.com/5aJ3EMM9CS
— Varun SAHEJ Dhawan (@Varun_dvn) January 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement