શોધખોળ કરો
Advertisement
કોરોનાથી બચવા હિન્દી ફિલ્મોના આ સુપરસ્ટારે કર્યું સેલ્ફ કોરેન્ટાઈનેશન, 14 દિવસ કોઈને નહીં મળે, જાણો વિગત
પોતાના સ્વાસ્થ્ય ઉપરાંત દિલીપ કુમારે અન્ય એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.
મુંબઈઃ કોરોના વાયરસના કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં બોલિવૂડના દિગ્ગજ એક્ટરે કોરોના વાયરસને લઈ ટ્વિટ કર્યુ છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. દિલીપ કુમારે ટ્વિટ કરીને લખ્યું, કોરોના વાયરસના કારણે મેં મારી જાતને બધાથી અલગ કરી લેવાનો નિર્ણય લીધો છે. હું 14 દિવસ સુધી કોઈને નહીં મળું.
તેમણે એમ પણ લખ્યું કે, મને કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય તે માટે સાયરા એક પણ મોકો છોડવા નથી માંગતી. આમ લખીને દિલીપ કુમારે જણાવ્યું કે, તેમની પત્ની અને બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ સાયરા બાનુ પૂરી રીતે ધ્યાન રાખી રહી છે. 97 વર્ષીય દિલીપ કુમારની તબિયત ઘણા લાંબા સમયથી અસ્વસ્થ છે.
પોતાના સ્વાસ્થ્ય ઉપરાંત દિલીપ કુમારે અન્ય એક ટ્વિટ કર્યુ. જેમાં તેમણે લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી. તેણે ટ્વિટ કરીને લખ્યું, હું લોકોને શક્ય હોય તેટલા ખુદને ઘરની અંદર રહેવા અને સુરક્ષિત રહેલા અપીલ કરુ છું. કોરોના વાયરસ તમામ હદ પાર કરી ચુક્યો છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી તમામ જાણકારીનું પાલન કરો. તમને મર્યાદીત રાખવાની સાથે પોતાની અને બીજાની પણ રક્ષા કરો.
દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. માયાનગરી મુંબઈમાં આજથી 50 ટકા બજાર બંધ રહેશે, એટલે કે એક દિવસમાં એક બજાર બંધ રહેશે તો બીજા દિવસે કોઈ અન્ય બજાર. જેમાં શોપિંગ સેન્ટર, નાની દુકાન સામેલ છે. આ નિર્ણય મુંબઈના રસ્તા પર ભીડ ઓછી કરવા માટે લેવામાં આવ્યોછે. જેમાં રસ્તા પર લોકોની ભીડ 50 ટકા રહી જશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ટ્રેનો અને બસોમાં યાત્રીની ક્ષમતા ઓછી કરવામાં આવી છે. 50 ટકા લોકો પ્રમાણે મુંબઈમાં બસ અને ટ્રેન ચાલશે. સ્કૂલ-કોલેજ, જિમ, સ્વીમિંગ પૂલ, સિનેમા હોલ બંધ કરવામાં આવ્યા છે. પબ, ડિસ્કોથેક્સ, ડાન્સબાર, લાઈવ ઓર્કેસ્ટ્રા બાર અને ડીજે મ્યૂઝિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મુંબઈમાં સાર્વજનિક જગ્યા પર થૂકવા પર એક હજાર રૂપિયાનો દંડ લાગશે. ઓફિસમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ આપવામાં આવ્યા છે.
Hyundaiની સેકન્ડ જનરેશન Cretaનો પ્રથમ માલિક બન્યો બોલિવૂડના આ સ્ટાર એક્ટર, જાણો કારની વિશેષતા
રાજ્યસભા ચૂંટણીઃ BJPના કયા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા, જાણો વિગતે
કેરળ પોલીસે લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરવા કર્યો શાનદાર ડાન્સ, Video થયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગેજેટ
બિઝનેસ
દેશ
Advertisement