શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ જાણીતા સંગીતકારનું થયું નિધન, PM મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કરી સંવેદના
ખય્યામ વિશ્વયુદ્ધ સમયે સેનામાં હતા. પણ તેમણે સેના છોડી દીધી હતી અને પોતાના સપના પૂરા કરવાની આશા સાથે મુંબઈ આવ્યા હતા.
મુંબઈઃ આખું બોલિવૂડ હાલ શોક મગ્ન છે. ‘કભી-કભી’, ‘ઉમરાવ જાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં શાનદાર સંગીત આપનાર લોકપ્રિય સંગીતકાર ખય્યામનું સોમવારે મુંબઈના સુજોય હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમના નિધનના સમાચારથી બોલિવુડમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
તેમણે ‘કભી-કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ’, ‘મેં પલ દો પલ કા શાયર હૂં’ જેવા ગીતોની ધૂન બનાવી હતી. તેમણે ઉમરાવ જાન, બાજાર, નૂરી, ફૂટપાથ, ત્રિશુલ, શોલા ઔર શબનમ, રઝિયા સુલતાન જેવી સુપરહીટ ફિલ્મો માટે સંગીત બનાવ્યું હતું. તેમને પદ્મ ભૂષણ અને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.
ખય્યામ વિશ્વયુદ્ધ સમયે સેનામાં હતા. પણ તેમણે સેના છોડી દીધી હતી અને પોતાના સપના પૂરા કરવાની આશા સાથે મુંબઈ આવ્યા હતા. ખય્યામે 1948માં ફિલ્મ હીર રાંઝામાં શર્માજી તરીકે ફિલ્મોમાં સંગીત આપવાની શરુઆત કરી હતી. તે ફિલ્મમાં સંગીતકારોની જોડી શર્માજી-વર્માજી હતા.
ખય્યામના નિધન પર દિગ્ગજ સિંગર લતા મંગેશ્કરે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે,‘સુપ્રસિદ્ધ સંગીતકાર ખય્યામ સાહબના નિધનથી ઘણું દુઃખ થયું છે. શાનદાર સંગીતથી તેમણે અગણિત ગીતોને અમર બનાવ્યા છે. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા તેમનું આભારી રહેશે. દુખના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના ફેન્સ સાથે છે.’सुप्रसिद्ध संगीतकार खय्याम साहब के निधन से अत्यंत दुख हुआ है। उन्होंने अपनी यादगार धुनों से अनगिनत गीतों को अमर बना दिया। उनके अप्रतिम योगदान के लिए फिल्म और कला जगत हमेशा उनका ऋणी रहेगा। दुख की इस घड़ी में मेरी संवेदनाएं उनके चाहने वालों के साथ हैं।
— Narendra Modi (@narendramodi) August 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement