શોધખોળ કરો
Advertisement
ઉપરાષ્ટ્રપતિએ નિહાળી જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ', ટીમને આપી શુભેચ્છાઓ
બાટલા હાઉસ ફિલ્મમાં અભિનેતા મૃણાલ ઠાકુર, રવિ કિશન પણ છે અને ફિલ્મ 15 ઓગસ્ટના રિલીઝ થશે. બાટલા હાઉસ ફિલ્મ 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટને ધ્યાનમાં રાખી દિલ્હીમાં થયેલા પોલીસ અથડામણથી પ્રેરિત છે.
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ 15મી ઓગસ્ટના રિલીઝ થશે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ માટે શનિવારે દિલ્હીમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ ફિલ્મ જોયા બાદ તેમણે ટ્વિટ કરતા ટીમને શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વિટ કર્યું, આજે અભિનેતા જોન અબ્રાહમ મૃણાલ ઠાકુર તથા ફિલ્મ નિર્દેશક નિખિલ અડવાણી સહિત બાટલા હાઉસ ફિલ્મની ટીમ સાથે પોતાના નિવાસ સ્થાને મુલાકાત કરી, વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે ફિલ્મનો ઉદ્દેશ્ય દિલ્હીના બાટલા હાઉસ ઘટના પાછળના સત્યને સામે લાવવાનું છે. ફિલ્મની ટીમને મારી શુભકામનાઓ.आज अभिनेता जॉन अब्राहम, मृणाल ठाकुर तथा फिल्म निर्देशक निखिल आडवाणी सहित बटला हाउस फिल्म की टीम से अपने निवास पर भेंट की। बातचीत के दौरान उन्होंने बताया कि फिल्म का उद्देश्य दिल्ली के बटला हाउस घटना के पीछे के सच को उजागर करना है। फिल्म की टीम को मेरी शुभकामनाएं। @BatlaHouseFilm pic.twitter.com/nJCIGiu9u6
— VicePresidentOfIndia (@VPSecretariat) August 3, 2019
જોન અબ્રાહમે કહ્યું, હુ એવા લોકોને પ્રેમ કરુ છુ જે સ્વાર્થી ઉદ્દેશ્યો વગર રાષ્ટ્ર માટે કામ કરે છે. એવા લોકોની સ્ટારી મને પ્રેરીત કરે છે અને એટલે જ હું વાસ્તવિક વિષયો પર ફિલ્મો કરવાનું પસંદ કરુ છું. સંજીવ કુમાર યાદવ એવામાં લોકોમાંથી એક છે. બાટલા હાઉસ ફિલ્મમાં અભિનેતા મૃણાલ ઠાકુર, રવિ કિશન પણ છે અને ફિલ્મ 15 ઓગસ્ટના રિલીઝ થશે. બાટલા હાઉસ ફિલ્મ 2008માં થયેલા સીરિયલ બ્લાસ્ટને ધ્યાનમાં રાખી દિલ્હીમાં થયેલા પોલીસ અથડામણથી પ્રેરિત છે. જોન અબ્રાહમ ફિલ્મમાં તે વખતે ઓપરેશનની કમાન સંભાળનારા ડીસીપી સંજીવ કુમાર યાદવની ભૂમિકામાં જોવા મળશે.Privileged to have met the honorable @VPSecretariat 🇮🇳and show him glimpses of our film #BatlaHouse https://t.co/3DP2yGS8Tx
— John Abraham (@TheJohnAbraham) August 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement