શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જ્યારે આ હોટ એક્ટ્રેસનો ફાયદો ઉઠાવવા માંગતો હતો ડિરેક્ટર, એકલી રૂમમાં લઇ ગયો અને.....
કેવી રીતે એક હિરોઇન બનવા માટે તેણે સ્ટ્રગલ કરવું પડ્યુ છે અને કેવી રીતે લાંબા સમય સુધી પોતાનો ચહેરો અરીસામાં જોઇ શકી નહોતી.
મુંબઇઃ લોકોને હંમેશા લાગે છે કે ગ્લેમર અને પ્રતિષ્ઠાથી ભરેલી એક એક્ટ્રેસની લાઇફ કેટલી સરળ હોય છે પરંતુ વાસ્તવમાં એવું હોતુ નથી. બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલને પોતાના કરિયર અંગે વાત કરી હતી અને પોતાની સાથે થયેલા કાસ્ટિગ કાઉચની ઘટના જણાવી હતી. એક ઇન્ટરવ્યૂમાં વિદ્યા બાલને કહ્યું કે, આ એ સમયની વાત છે જ્યારે તેના હાથમાં એક-બે નહી પરંતુ 12 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હતા. વિદ્યા બાલને કહ્યું કે, કેવી રીતે એક હિરોઇન બનવા માટે તેણે સ્ટ્રગલ કરવું પડ્યુ છે અને કેવી રીતે લાંબા સમય સુધી પોતાનો ચહેરો અરીસામાં જોઇ શકી નહોતી.
વિદ્યાએ કહ્યું કે, એકવાર તે ચેન્નઇમાં કામ બાબતે એક ડિરેક્ટરને મળવા માટે ગઇ હતી. મેં તેમને કહ્યું કે, ચાલો કોફી શોપમાં બેસીએ અને વાત કરીએ છીએ પરંતુ તે મને વારંવાર એક રૂમમાં લઇ જવાની વાત કરતો હતો. તે કહી રહ્યો હતો કે તેને મારી સાથે વાત કરવી છે અને તારે મારી રૂમમાં આવવું જોઇએ. હું તેના રૂમમાં જતી રહી હતી પરંતુ મેં દરવાજો ખુલ્લો છોડી દીધો હતો તો તે ડિરેક્ટર મને કાંઇ બોલ્યા વિના પાંચ મિનિટમાં ભાગી ગયો હતો.
નોંધનીય છે કે વિદ્યા બાલન લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં છે. તેણે પોતાના અભિનયના કારણે લોકોને પ્રેરિત કર્યા છે. તાજેતરમાં રીલિઝ થયેલી વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગલે દર્શકોને ખૂબ પસંદ પડી છે. આ ફિલ્મએ એક સપ્તાહમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion