શોધખોળ કરો
Advertisement
પ્રેગ્નેન્ટ હોવાની અટકળો વચ્ચે વિદ્યા બાલને મૌન તોડ્યુ, કરી આ વાત...
છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા સોશિયલ મીડયામા ચાલી રહી હતી, ત્યારે હવે અભિનેત્રી પોતે જ તેનો ખુલાસો કર્યો છે.
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલન પ્રેગ્નેન્ટ હોવાની ચર્ચા સોશિયલ મીડયામા ચાલી રહી હતી, ત્યારે હવે અભિનેત્રી પોતે જ તેનો ખુલાસો કર્યો છે. વિદ્યા બાલને એક ખાનગી ન્યૂઝ વેબસાઈટ સાથેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે પ્રેગ્નેન્ટ નથી અને તેને એ વાત કહેવામાં કોઈ શરમ નથી કે તેનુ પેટ ફ્લેટ નથી. વિદ્યા બાલને 'કહાની', 'ડર્ટી પિક્ચર', 'ઈશ્કિયા' અને 'પા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
વિદ્યા બાલને કહ્યુ, જો કોઈ અલગ રીતના ડ્રેસ મારી સ્કિન પર ફિટ થાય તો તમને લાગે છે કે હું પ્રેગ્નેન્ટ છુ. માફી ઈચ્છુ છુ પરંતુ શું તમારી પાસે કરવા માટે બીજુ કોઈ કામ નથી ? વિદ્યા બાલને કહ્યુ કે તેને 7 વર્ષમાં ઘણી વાર આવી અફવાઓનો સામનો કરવો પડ્યો છે. વિદ્યાએ કહ્યુ કે જ્યારે પહેલી વાર અફવા આવી તો તેના લગ્નને માત્ર 1 મહિનો જ થયો હતો.
વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થઈ છે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. મિશન મંગલમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement