શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમિતાભ બચ્ચને શું કરી મોટી અપીલ? જાણો વિગત
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને મોડી રાત્રે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા
મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો હતો. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને મોડી રાત્રે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. બચ્ચન પરિવારના તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન સહિત પરિવારના અન્ય સભ્યો કોરોના નેગેટિવ આવ્યા છે.
અમિતાભ બચ્ચને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, તેમના પરિવાર અને સ્ટાફની પણ કોરોના વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે.
અભિષેક બચ્ચને ટ્વિટ કરીને કહ્યું કે, મારો અને મારા પિતાનો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. હળવા લક્ષણોવાળા સાથે અમારા બન્નેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા પરિવાર અને કર્મચારીઓનું તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. હું તમામને વિનંતી કરું છું કે ગભરાશો નહીં શાંત રહો. આભાર.T 3590 -I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited ..
— Amitabh Bachchan (@SrBachchan) July 11, 2020
All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !
અમિતાભે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર અપીલ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે તમામ લોકો કોરોનાનો ટેસ્ટ તાત્કાલિક કરાવી લે.The BMC has been in touch and we are complying with them. 🙏🏽
— Abhishek Bachchan (@juniorbachchan) July 11, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion