શોધખોળ કરો
Advertisement
જ્યારે નોરા ફતેહીની સુંદરતા પર ફિદા થયો કપિલ શર્મા, કોમેડિયને પૂછી નાખ્યો આવો સવાલ
કોમેડિયન કપિલ શર્માએ શો દરમિયાન નોરા ફતેહીની સુંદરતાના એટલા વખાણ કર્યાં કે, નોરો શરમાયા વિના ન રહી શકી, નોંધનિય છે કે, નોરા ‘ સ્ટ્રીટ ડાન્સર 3D’ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી.
બોલિવૂડ ફિલ્મોમાં ધમાકેદાર ડાન્સિંગ માટે જાણીતી નોરા ડાન્સિંગ ક્વિન તરીકે ઘર ઘરમાં ફેમસ છે. નોરાએ બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં જે સ્થાન અને ઓળખ બનાવી છે તે કાબિલે તારીફ છે. તેમની કલા પ્રતિભાની પ્રશંસા સમગ્ર ઇન્ડ્સ્ટ્રી કરી રહી છે.
કોમેડિયન કપિલ શર્માએ શો દરમિયાન નોરા ફતેહીની સુંદરતાના ભરપેટ વખાણ કર્યાં હતા. નોંધનિય છે કે, નોરા ‘ સ્ટ્રીટ ડાન્સર 3D’ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી.
શો દરમિયાન કપિલ શર્માએ નોરા ફતેહીની ખૂબસૂરતીની પ્રશંસા કરતા એક સવાર કર્યો હતો. કપિલ શર્માએ પૂછ્યું હતું કે, ‘તમે શું ખાવ છો? જેના જવાબમાં નોરા હસીને રહી ગઇ હતી. આ સમયે કપિલ શર્માંએ કહ્યું હતું કે, ભગવાન આટલી સુંદર યુવતીઓ બનાવે છે પરંતુ મારી આસપાસ કેમ નહી દેખાતી? નોરા ફતેહી જેટલી સુંદર છે. તેનો ડાન્સ તેનાથી પણ શાનદાર છે.
વર્ષ 2018માં આવેલી ફિલ્મ સત્યમેવ જયતેમાં તેમનો દિલબર સોન્ગ પર ડાન્સ ખૂબ હિટ રહ્યો. 24 કલાકમાં આ ડાન્સ 2 કરોડ વખત જોવાયો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો બહુ જલ્દી નોરા અજય દેવગણ સાથે ફિલ્મ ‘ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement